તેજસ દવે/મહેસાણા: જિલ્લાના ખેડૂતો હાલ બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામનો ખેડૂત પરિવાર આજે બાગાયતી ખેતી કરી લાખોની કમાણી કરે છે. લાઘણજ ગામના ખેડૂતોએ બોરની ખેતી કરી બમણી આવક મેળવી રહ્યા છે. શિયાળામાં ખાસ કરીને મકરસંક્રાતિના તહેવાર પર બોરની સારી માંગ રહેતી હોય છે. ત્યારે લાઘણજના ખેડૂત રમેશભાઈ 12 વીઘામાં બોરડી વાવીને 1500 મણ બોરનું ઉત્પાદન મેળવ્યું છે. જેના 350 રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી હાલ ખેડૂતો ખુશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાના બોરની દિલ્લી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિતના બહારના રાજ્યોમાં ખુબ માંગ હોય છે. જો કે માવઠાના લીધે ગત વર્ષ કરતા આ વર્ષે બોરના ભાવમાં ઘટાડો થયો છે. ગત વર્ષે ખેડૂતોને બોરના 700થી 800 રૂપિયા ભાવ મળ્યા હતા. પરંતુ આ વર્ષે 350 રૂપિયા ભાવ મળી રહ્યા છે. જો કે તેમ છતા અન્ય પાક કરતા બાગયતી ખેતીમાં ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે. જેથી અન્ય ખેડૂતો પણ હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે..



મહેસાણા જિલ્લાનું લાઘણજ ગામમાં રમેશભાઈ વર્ષોથી બાગાયતી ખેતી કરી રહ્યા છે અને દરેક સીજ્નેબલ ખેતી કરી હાલ મબલખ આવક ઉભી કરી રહ્યા છે.. શિયાળાની સીઝન અને મકરસક્રાંતિ એટલે બોર ખાવાની સીઝન... આ ગામના રમેશભાઈ હાલ બોરની ખેતી કરી રહ્યા છે અને 12 વીઘામાં તેમને બોરડીઓ વાવી છે અને શિયાળાની સીઝનમાં અંદાજીત 1500 મણ બોરની ઉપજ મેળવી જાણે છે અને આ બોર મહેસાણા સહીત દેશના અનેક રાજ્યોમાં મોકલવામાં આવે છે. બાગાયતી ખેતી કરી આ ખેડૂત પરિવાર આજે ખુશ જોવા રહ્યો છે. 



વડવાઓની પરંપરા જાળવી આજે આ ખેડૂત પરિવાર બાગાયતી ખેતી કરી રહ્યા છે, અને તેમાં પણ મહેસાણાના આ બોરની માંગ અનેક રાજ્યોમાં જોવા મળે છે. જેમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં મહેસાણાના બોરની મજા લોકો હોસે હોસે માણે છે.



ગત વર્ષની સરખામણીમાં માવઠાના લીધે હાલ બોરના ભાવમાં ઘટાડો જોવા મળી રહયો છે. ગત વર્ષે 700થી 800 સુધીના ભાવ સામે ચાલુ સાલે 350 સુધીના ભાવ હાલ મળતા હોવાની વાત ખેડૂત કરી રહ્યા છે અને બાગાયતી ખેતીમાં ખેડૂતોને નુક્શાન ના પડતું હોવાની સાથે અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતી કરે તેવી વાત કરી રહ્યા છે.



આમ મહેસાણાના નાનકડા ગામનો આ ખેડૂત પરિવાર હાલ બોરની ખેતી કરી લાખોની આવક મેળવી જાણે છે અને અન્ય ખેડૂતો ને બાગાયતી ખેતી તરફ વળવા ના મેસેજ સહીત એક સફળ ખેડૂત તરીકેનું ઉદાહરણ પૂરું પડી જાણે છે તેમ કહીએ તો નવાઈ નહિ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube