હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આજે ભાજપના રાજકોટ બેઠકની ઉમેદવાર પરસોતમ રૂપાલાની હાજરીમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમા તેમને કહ્યુ હતુ કે માત્ર રામ મંદિરના કાર્ય બાદ એક વખત નહી 50 વખત ભાજપની સરકાર બનાવવી જોઇએ અને દેશમાં ચુંટણી જાહેર થઈ છે ત્યારે પરસોતમ રૂપાલાએ કહ્યુ હતુ કે, દેશની જનતાને આ ચુંટણીમાં વિશ્વાસ છે એટલે જ તો આ ચૂંટણી મતદારો જ લડવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat assembly By Election: ગુજરાતની 5 બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર, જાણો


રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા તેનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે અને જુદા જુદા વિસ્તારોમાં તેનો સંપર્ક ચાલી રહ્યો છે. જો વાત કરીએ વાંકાનેર શહેરની તો વાંકાનેર નજીક આવેલ જસદણ સિરામિક ખાતે આજે વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 


હવે રોકેટગતિએ થશે મકાનોનું રિ-ડેવલપમેન્ટ! મુખ્યમંત્રીએ ગુજરાતીઓને આપી સૌથી મોટી ભેટ


જેમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના જુદા જુદા સંગઠનો, જુદા જુદા જ્ઞાતિ સમાજના લોકો તેમજ સિરામિક એસોસિએશનના પ્રમુખો સહિતના હોદ્દેદારો સિરામિક ઉદ્યોગકારો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમણે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનું અભિવાદન કર્યું હતું.


કુંવારા છોકરાઓને છોકરીઓ કરતા ભાભીઓમાં કેમ વધારે રસ હોય છે? એક બે નહીં છે આ 10 કારણો


લોકોનો સંબોધન કરતા પરસોતમ રૂપાલે જણાવ્યું હતું કે, માત્ર રામ મંદિરના કાર્ય બાદ એક વખત નહી 50 વખત ભાજપની સરકાર બનાવવી જોઇએ અને પત્રકારોએ ચૂંટણીને લઇને કેટલો વિશ્વાસ છે તેવો સવાલ કરવામાં આવતા પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, મને નહી દેશ પુરો વિશ્વાસ છે કે, પીએમ નરેન્દ્ર મોદી જે બોલે છે તે કરી બતાવે છે, એટલે જ લોકોને તેનામાં વિશ્વાસ છે અને આ વખતની દેશની ચૂંટણી અમે નહીં પરંતુ મતદારો જ લડવાના છે અને આ ચૂંટણીમાં મતદારો જ અમારું કામ કરવાના છે.