વડોદરા : સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સાવલી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. ઉપરાંત તેના પરિવારનાં લોકોને પણ જાણ કરવમાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પાંચ સ્થળે ખુલશે શાકભાજી માર્કેટ, મેયરે ટ્વીટ કરી નાગરિકોને અભિનંદન પાઠવ્યા

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 22 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પા વિનોદસિંહ દરબાર વડોદરા ખાતે ગોકુલવાટિકા સોસાયટીમાં ભાડેથી રહેતા હતા. શિલ્પાએ ગત રાત્રીએ પોતાનાં ઘરે જ અગમ્ય કારણોથી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જો કે ઘરમાં કોઇ જ નહી હોવાના કારણે વહેલી સવારે ઘટના અંગે જાણ થઇ હતી. ઘટના અંગે જાણ થતા સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની લોન અંગે સ્પષ્ટતા, આ પ્રકારે ઉદ્યોગ સાહસીકોને મળશે લોન

જો કે હાલ તો સાવલી પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સાથી કર્મચારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. પારિવારિક કલહના એંગલથી પણ તપાસ ચાલી રહી છે. તેના વ્હોટ્સએપ અને કોલ ડિટેઇલ માટે પણ મોબાઇલ મોકલી અપાયો છે. આ ઉપરાંત પરિવાર અને પાડોશીઓની પણ પુછપરછ ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube