કોન્સ્ટેબલે મહિલા અધિકારીને કહ્યું, ક્યાં સુધી ફરિયાદો નોંધતા રહેશો ક્યારેક એન્જોય પણ કરો અને પછી...
કચ્છ પોલીસમાં એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે, જેના કારણે સમગ્ર કચ્છ પોલીસના બેડામાં ચકચાર મચી જવા પામી છે અને ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ભુજમાં ખાખી શર્મશાર તેવી ઘટના સામે આવી છે. કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલ પર દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પોલીસ ક્વાર્ટર,ખાવડા પોલીસ લાઈન,અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું બાદમાં બીજે લગ્ન કરી લેતા મહિલા કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ પણ દોડતો થયો છે.
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા 24 કેસ, 17 રિકવર થયા, 1 વ્યક્તિનું મોત
સગીરા કે યુવતી પર દુષ્કર્મ બળાત્કારનો કિસ્સો બને ત્યારે પોલીસ ગુનો નોંધી તેમાં આરોપીને ઝડપી પાડતી હોય છે. જો કે રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેમ ભુજ પોલીસ કર્મચારીએ મહિલા પોલીસ કર્મચારી પર અલગ અલગ સ્થળોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો ફોજદારી સ્વરૂપે પોલીસ મથકે ચડ્યો છે. શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો મુજબ વર્ષ ર૦૧૬થી અત્યાર સુધી આ બનાવ બન્યો હતો. ભોગ બનનાર મહિલા પોલીસ કર્મચારીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, આરોપી મૂળ ભાવનગરના અને હાલે ૩૬ ક્વાટર પોલીસ લાઈન ભુજમાં રહેતા જતીન ચૌહાણે ફરિયાદીને લગ્નની લાલચ આપી અલગ અલગ સ્થળોએ લઈ જઈ અવાર નવાર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારી ત્યાર બાદ આરોપીએ બીજે લગ્ન કરી લઈ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સચિને ગર્લફ્રેંડ સાથે મોજ તો કરી પરંતુ બાળક આવતા ઘરકંકાસ ચાલુ થયો અને પછી...
ભુજ ૩૬ કવાટર પોલીસ લાઈન, કાળા ડુંગર પર દત્તાત્રેય મંદિરની બાજુમાં આવેલ રૂમમાં, ખાવડા પોલીસ લાઈન તેમજ અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જો કે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સર્વગ્રાહી તપાસ બાદ આરોપીની ધરપકડ અંગેની કાર્યવાહી કરાશે. આ બનાવે પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.
EXCLUSIVE: સ્મિતને તેના જ પિતા સચિન દીક્ષિત તરછોડ્યો, કારણ જાણીને ચોંકી ઉઠશો
૩૦ વર્ષિય મહિલા પોલીસ કોન્સ્ટેબલ ૨૦૧૬થી આરોપી કોન્સ્ટેબલ જતીન બધાભાઈ ચૌહાણ (રહે. મૂળ ચિત્રા, ભાવનગર. હાલે. પોલીસ લાઈન, ભુજ)ના સંપર્કમાં આવી હતી. બેઉ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જતીને તેને લગ્નની લાલચ આપી પોલીસ લાઈનસ્થિત ઘરમાં, ખાવડા પોલીસ લાઈનમાં તેમજ અમદાવાદ, ભાવનગર, રાજકોટમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ અસંખ્યવાર શારીરિક સંબંધો બાંધ્યાં હતા. પાંચ વર્ષના ઘનિષ્ઠ સંબંધો બાદ જતીનનું મન જાણે ભરાઈ ગયું હોય તેમ તેણે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા. એટલું જ નહીં, પૂર્વ પ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રેમીની બેવફાઈથી નારાજ મહિલા કોન્સ્ટેબલે ગત રાત્રે તેની વિરુધ્ધ દુષ્કર્મ અને ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube