માઉન્ટ આબુના જંગલોમાં લાગી ભીષણ આગ, 2 કિમીસુધીનું જંગલ બળીને ખાખ
જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના પહાડોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉનાળો શરૂ થતા જ આગ લાગવાની ઘટના સામે આવી છે. પહાડોમાં રહેલા જંગલોમાં આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગરમીના કારણે માઉન્ટ આબુના સાતઘુમ પાસેના જંગલમાં લાગી આગ લાગી છે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુના પહાડોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉનાળો શરૂ થતા જ આગ લાગવાની ઘટના સામે આવી છે. પહાડોમાં રહેલા જંગલોમાં આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગરમીના કારણે માઉન્ટ આબુના સાતઘુમ પાસેના જંગલમાં લાગી આગ લાગી છે.
આગ લાગવાની ઘટનાની જાણ વનવિભાગ અને ફાયર ફાઇટરોની ટીમને થતા તમામ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે. આગ લાગવાને કારણે 2 કિલોમીટરના વિસ્તારોમાં વૃક્ષો બળીને ખાખ થઇ ગયા હતા. જેથી મોટું નુકશાન થયું છે.
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મીડિયા સામે દબંગગીરી, જુઓ વીડિયો
આગ એટલી વિકરાળ છે, કે આગ લાગવાને કારણે આજુબાજુના વિસ્તારોમાં આગથી ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. આગને કારણે વન્યજીવોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અને વન્યપ્રાણીઓમાં પણ નાશભાગ મચી ગઇ હતી. આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવામાં આવી રહ્યો છે. છતા હજી સુધી આગ પર કાબૂ મેળી શકાયો નથી.