મૌલિક ધામેચા, અમદાવાદઃ બોલીવુડ (Bollywood) ઈન્ડસ્ટ્રીમાં પોલીસ પર અત્યાર સુધી અઢળક ફિલ્મો બની છે. આ ફિલ્મોમાં મોટાભાગે પુરૂષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ હવે ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત છે. ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસ કર્મીઓ પર બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન (Ashish R Mohan) ફિલ્મ બનાવવાના છે. ગુજરાતની આ ચારેય મહિલા પોલીસકર્મીઓએ એક ખતરનાક મિશનને પાર પાડી આરોપીને ઝડપી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે આ મહિલા પોલીસકર્મી
ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા PSI સંતોક ઓડેદરા, નિતીમિકા ગોહિલ, અરૂણા ગામેતી, સિમ્મી માલે પર આ ફિલ્મ બનવા જઈ રહી છે. તેમના કામથી પ્રભાવિત થઈ '786' ફિલ્મના ડાયરેક્ટર આશિષ મોહને તેમના પર મૂવી બનાવવાનો નિર્ણય લીધો છે.


આ પણ વાંચોઃ Congress અધ્યક્ષ માટે અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં, જાણો નેતા વિપક્ષ માટે કોણ છે રેસમાં


જાણો ક્યા આરોપીને ઝડપ્યો હતો
ગુજરાત એટીએસના DIG હિમાંશુ શુક્લા હતા ત્યારે તેમણે આ ચારેય મહિલાકર્મીઓને મહત્વની જવાબદારી આપી હતી. ત્યારે તેમણે આ ચારેય મહિલાઓને મહત્વની જવાબદારી આપી હતી. આ ચારેય મહિલા અધિકારીઓએ એક મહત્વના મિશન હેઠળ કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલારખાની ધરપકડ કરી હતી. 


આશિષ આર મોહન બનાવશે ફિલ્મ
આ ફિલ્મના ડાયરેક્ટર આશિષ આર મોહને કહ્યુ કે, ગુજરાત એટીએસની આ બહાદુર મહિલાઓની પ્રેરણાદાયક કહાનીને સિલ્વર સ્ક્રીન પર દેખાડવી ખરેખર ગર્વની વાત છે. મહત્વનું છે કે આશિષ મોડન અત્યાર સુધી ખેલાડી 786, ગોલમાલ રિટર્ન જેવી ફિલ્મો આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube