ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના મનપસંદ જીમખાનામાં ફરી એક વખત મોડી રાત્રે રેડ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી હતી. રમીના ઓથા હેઠળ જુગાર રમાડતા ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને યુસુફ ખાન પઠાણ નામના સંચાલકો સહિત ના 27 જુગારીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. મહત્વનું છે સ્કિલ ઓફ ગેમના નામે મનપસંદ જીમખાનામાં છેલ્લા કેટલાક સમયથી જુગાર રમાડવામાં આવતો હતો. એટલું જ નહીં ફેસ રિકોગ્નાઈઝ કેમેરાથી મેમ્બરો માટે તમામ સુખ સુવિધાઓ પણ જિમખાનામાં ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનપસંદ જીમખાનાની ઓળખ હવે માત્ર જુગારી ઓનો અડ્ડો માનવામાં આવે છે.કારણ કે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા આ મનપસંદ જિમખાનામાં એક બે વખત નહીં પરંતુ અનેક વખત પોલીસ રેડ પાડી ચુકી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે રેડ કરી રોકડ ,મોબાઈલ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 27 આરોપી ઓની ધરપકડ કરી છે. પોલીસ જે સમય ત્યાં રેડ કરવા પહોંચી ત્યારે સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને યુસુફ પઠાણ બન્ને સંચાલકો પણ ત્યાં હાજર હતા અને તેની સાથે આ ગેમમાં નાણાની અવેજમાં કોઈન ઉઘરાવતા લોકો પણ પોલીસને મળી આવ્યા હતા. કુલ 27 આરોપી ઓની ધરપકડ કરી જુગાર ધારા કલમ 4 અને 5 હેઠળ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.


આ પણ વાંચોઃ કેમ કર્મચારીઓ કરી રહ્યાં છે જૂની પેન્શન યોજનાની માંગ, શું છે બંને યોજના વચ્ચે તફાવત


પોલીસની વાત માનીએ તો મનપસંદ જીમખાનામાં અગાઉ ચારેક વખત રેડ પડી જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પીસીબી અને સ્થાનિક પોલીસે પણ રેડ પાડી જુગારીઓની ધરપકડ કરી ચૂકી છે. ત્યારે હાલમાં ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રથમ વખત આ જીમખાનાની અંદર બનાવવામાં આવેલા હોલમાંથી 27 જુગારીઓની ધરપકડ કરવામાં આવી. આ જુગારીઓમાં કેટલાક લોકો પ્રતિદિનના મેમ્બર તરીકે પણ જુગાર રમવા અહીંયા આવતા હતા. જેમના માટે ખાસ મેમ્બર આઈડી અને ફેસ રિકોગ્નાઈઝ કેમેરા પણ રાખવામાં આવ્યા હતા. જેની હાર જીતની ગણતરી જીમખાનાના સંચાલકો દ્વારા જ કરવામાં આવતી. 


એટલું જ નહીં મેમ્બરો પાસેથી પ્રતિદિન ડિસ્કાઉન્ટ સાથે નાણાંની ઉઘરાણી કરી કેટલીક સુખ સુવિધાઓ પણ આપવામાં આવતી હતી. મહત્વનું છે કે પકડાયેલ આરોપી પૈકી સંચાલક ગોવિંદ અને યુસુફ અગાઉ પણ જુગારના કેસોમાં પકડાઈ ચૂકેલા છે ત્યારે પોલીસ આવી જીમખાનામાં જ્યારે પણ રેડ કરતી ત્યારે તેમને ગુમાસ્તાધારા અને હાઇકોર્ટના કેટલાક જજમેન્ટ બતાવી સ્કિલ ઓફ ગેમના જુગાર રમાડવામાં આવતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube