સાઉથ આફ્રીકાથી ફોન આવ્યો બાબુ કો ઉડા દો બાકી સબ મે દેખુંગા, તુમ સબકો ખુશ કર દુગા, બીજા દિવસે મળી યુવકની લાશ
સુરતમાં લોકડાઉન વચ્ચે રિક્ષામાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. મરનાર યુવાન ઉધનાના પટેલ નગર ખાતે રહેતો હતો અને પોલીસનો બાતમીદાર હોવાની પણ ચર્ચા હતી. જો કે આ યુવાનની હત્યામાં સાઉથ આફ્રિકામાં રહેતા એક એનઆરઆઇ વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી.
સુરત : સુરતમાં લોકડાઉન વચ્ચે રિક્ષામાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. મરનાર યુવાન ઉધનાના પટેલ નગર ખાતે રહેતો હતો અને પોલીસનો બાતમીદાર હોવાની પણ ચર્ચા હતી. જો કે આ યુવાનની હત્યામાં સાઉથ આફ્રિકામાં રહેતા એક એનઆરઆઇ વ્યક્તિની સંડોવણી બહાર આવી હતી.
સુરતમાં પોલીસ વાન અંધારામાં અચાનક સ્પીડથી દોડવા લાગી અને અચાનક પલ્ટી મારી ગઇ અને...
હત્યા મુદ્દે પોલીસ દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ, સલીમ, રોહિત સહિત પાંચેય આરોપીઓએ પોતાનો ગુનો કબુલ્યો છે. જો કે તેમણે સાથે જણાવ્યું કે, સાઉથ આફ્રિકામાં રહેતા મોહસીન નામના વ્યક્તિ દ્વારા તેમને સોપારી આપવામાં આવી હતી. તેના ઇશારે જ તેમણે હત્યા કરી હતી. વિશાલને મારી નાખે તો મોહસીને સારા રૂપિયા આપવાની અને તમામને ખુશ કરી નાખાની લાલચ આપી હતી.
અમદાવાદ : વિધવા મહિલાની આંખો ફોડીને ક્રૂરતા પુર્વક હત્યા, કારણ સાવ ક્ષુલ્ક
જેની હત્યા થઇ તે વ્યક્તિ પોલીસનો બાતમીદાર હતો. ઉપરાંત તે એક ગેંગ માટે કામ કરતો હતો. પરંતુ છેલ્લા થોડા સમયથી બીજી ગેંગ માટે કામ ચાલુ કર્યું હતું. જેથી તેની જુની ગેંગ દ્વારા અદાવત રાખીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ગેંગનો મુખ્ય લીડર મોહસીન સાઉથ આફ્રિકામાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube