ઉદય રંજન/અમદાવાદ : રીક્ષામા બેઠેલી દેખાવડી યુવતીને જોઈને ભરમાય ન જતા. વાસણા પોલીસે એક એવી ગેંગ પકડી છે જે યુવતીઓને રીક્ષામાં બેસાડી મુસાફરો પાસેથી લૂંટ ચલાવતા હતા. પોલીસે બે મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી 33 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પુરુષોની કમજોરી એક સ્ત્રી પણ હોય છે. અને એજ કમજોરીનો ફાયદો વાસણા પોલીસે પકડેલી આ ગેંગ ઉઠાવતી હતી. દ્રશ્યોમાં જોવા મળતા આ આરોપીઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં હાહાકાર મચાવી દીધો હતો. અનેક માસથી આ ગેંગના સભ્યોમાંનો એક આરોપી રિક્ષા ચલાવતો હતો. સાથે ગેંગની એક યુવતી અને સગીરાને સારા કપડામાં તૈયાર કરી પેસેન્જરના સ્વાંગમાં બેસાડતા. મુસાફરો આ યુવતી જોઈને વિશ્વાસ કરી લેતા અને રીક્ષામાં બેસી જતા. પણ બાદમાં આ ગેંગ વિશ્વાસઘાત કરી અંધારામાં કે અવાવરું જગ્યાએ લઈ જઈ રિક્ષામાં બેઠલ મુસાફરને લૂંટી લેતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૈસાની લેતીદેતીમાં ઉમરેઠમાં મિત્રોએ જ એકત્ર થઇને પોતાના જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું


આરોપી રીક્ષા ચાલક છે તેની રીક્ષામા આ યુવતી અનેક સમયથી પેસેન્જર તરીકે જતી હતી. જેથી બંને વચ્ચે વધુ સબંધ કેળવાય ગયા હતા. યુવતીની સગીરા મિત્ર અને રિક્ષા ચાલકનો મિત્રએમ પાંચેય લોકોએ મળીને લૂંટ કરવાનું  નક્કી કર્યું હતું. આ રીતે પ્રથમ સફળ લૂંટ બાદ તેમને આ ધંધો ફાવી ગયો હતો. આ ગેંગે લોકોને પોતાના શિકાર બનાવવાનું શરૂ કર્યું હતું. 


VALSAD ના ઉમરગામમાં આભ ફાટ્યું, 12 કલાકમાં 12 ઇંચ વરસાદ, કલેક્ટર સહિતનો સ્ટાફ દોડતો થયો


હાલ તો આરોપીઓને પોલીસે રિમાન્ડ ન મળતા જેલ ભેગા કર્યા છે. પણ સુત્રોનું માનીએ તો આવા અનેક ગુના છે જે પોલીસ ચોપડે નોંધાયા નથી. જો વધુ ગુના આવા નોંધાયા હોત તો કદાચ આંકડો વધી શકતો પણ હાલ તો 33 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ત્યારે લોકોએ રિક્ષામાં બેસતા પહેલા ખરેખર ચેતવાની જરૂર છે. આ ઉપરાંત સુંદર યુવતીઓને જોઇને મોહિત થઇ જવું પણ ભારે પડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube