પંચમહાલઃ પંચમહાલના કાલોલ તાલુકાના નેવરિયા-પલાસાની નર્મદા માઈનોર કેનાલમાં મસ મોટું ગાબડું પડ્યું છે. હલકી ગુણવત્તાની કામગીરીને કારણે મસમોટું ભંગાણ પડ્યું છે. મસ મોટા ગાબડાંના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. દિલ્લી-મુંબઈ કોરિડોરના કામ દરમિયાન મસમોટું ગાબડુ પડ્યું છે. મસમોટા ગાબડાંના કારણે હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળતાં 50 વિઘાથી વધુ ખેતીને મોટાપાયે નુકસાન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ જૂનાગઢને આજે મળશે નવા મેયર, ભાજપ કરશે પદાધિકારીઓની જાહેરાત


મસમોટા ગાબડાંના કારણે કપાસ, દિવેલા સહિતના પાકોને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે અવારનવાર ગાબડું પડવાની ઘટનાના પગલે ખેડૂતોએ જવાબદાર તંત્ર અને કન્સ્ટ્રકશન કંપનીએ ઉગ્ર રોષ પ્રગટ કર્યો અને તાત્કાલિક અસરથી યોગ્ય વળતર આપવા માટે માગ કરી હતી. ખેડૂતોના રોષના પગલે ધારાસભ્ય સુમનબેન ચૌહાણ દોડી આવ્યા હતા. જેમને ખેડૂતોની સમસ્યાઓને સાંભળી હતી આ સમયે કન્સ્ટ્રકશન કંપનીના એજન્સીના વહીવટદારોએ મીડિયાકર્મી સાથે ગેરવર્તન કરીને રોફ જમાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube