રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટ પોલીસે તાંત્રિક વિધિના નામે લોકોના દાગીના અને રોકડા રૂપિયા પડાવી લેતી ગેંગની ધરપકડ કરી છે. પોલીસે વેસ પલટો કરી વડોદરા ખાતેથી બન્ને તાંત્રિકની ધરપકડ કરી 28,130નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઢોંગી બાબા કેવી રીતે વેશ પલટો કરીને કેવી રીતે લોકોને છેતરતો હતો તે જાણવું પણ જરૂરી બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પોલીસના સકંજામાં આવેલા બન્ને શખ્સ જેનું નામ આસિફ અહેમદ મલેક અને ઝાકીરઅલી નુરમહમદ મલિક છે. આ બન્ને શખ્સો છે ઢોંગી બાબા હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે. તાંત્રિક વિધિના બહાને લોકો પાસેથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા પડાવી છેતરપીંડી આચરવાનો ગુન્હો તેમના પર નોઘાયો છે. રાજકોટ શહેર પોલીસને ફરિયાદ મળી હતી કે તાંત્રિક વિધિના નામે દાગીના અને રોકડ રૂપિયા પડાવતી ગેંગ સક્રિય બની છે, જેને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા વેસપલટો કરી તેનો સંપર્ક સાધતા તે વડોદરા ખાતે હોવાનું માલુમ થતા પોલીસે ત્યાં પહોચી તેની ધરપકડ કરી હતી.


[[{"fid":"186025","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Rajkot-2","field_file_image_title_text[und][0][value]":"Rajkot-2"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Rajkot-2","field_file_image_title_text[und][0][value]":"Rajkot-2"}},"link_text":false,"attributes":{"alt":"Rajkot-2","title":"Rajkot-2","class":"media-element file-default","data-delta":"2"}}]]


પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ રાજકોટ સહીત ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ઓફીસ ધરાવતા હતા. જેમાં તેઓ ઓલ ઇન્ડિયા માસ્ટર કિંગ ગુરુ અમનજી તંત્ર મંત્રના સમ્રાટ નામથી ઓફીસ ધરાવતા હતા. પ્રથમ તેઓ અખબાર અને ટીવી મારફત જાહેરાત આપી માત્ર 151 રૂપિયામાં સમસ્યા હલ કરી આપવાની ખાતરી આપતા હતા. બાદમાં જો કોઈ વ્યક્તિ તેની બોલીથી આકર્ષાય તો તેણે વિધિ કરવી પડશે તેવું કહી સોનાના દાગીના અને રૂપિયા પડાવતા હતા. અને બાદમાં શહેર છોડી અન્ય શહેરમાં જતા રહેતા હતા. પકડાયેલ બંન્ને આરોપી 3મૂળ ઉતર પ્રદેશના વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ આરોપી પૈકી આસિફ એહમદ મલેક અગાઉ પણ સુરત શહેરમાં તાંત્રિક વિધિના બહાને લોકો સાથે છેતરપીંડી આચરવાના ગુનામાં ઝડપાયા છે. 


રાજકોટ સહીત ગુજરાત ભરમાં ઓફીસ ધરાવતા ઢોંગી બાબા ને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ દ્વારા ભોગ બનનાર અન્ય લોકોને પોલીસ સમક્ષ આવવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. જેમાં તેમની ઓળખ ગુપ્ત રાખી કાર્યવાહી કરવાની ખાતરી પોલીસે દાખવી છે. હાલ પોલીસે તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપીંડી કરતી યુપીની ગેંગના મુખ્ય સુત્રધાર સહીત બે આરોપી ની ધરપકડ કરી તેની પાસેથી 28 હજારનો મુદામાલ કબજે કરી તેમની સાથે સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.