ઝી બ્યુરો/દમણ: દિવસેને દિવસે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. તેની સારી બાજુ રહેલી છે. તો તેના ગેરફાયદા પણ જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો દમણમાંસામે આવ્યો છે. દમણના દરિયા કિનારે એક યુવતી અને પુરુષ ધોળા દિવસે દરિયા કિનારે બનેલા દાદર પર અશ્લીલ હરકત કર્યા બાદ શારીરિક સંબંધ બાંધતા જોવા મળ્યા હતા. હાલ આ ઘટનાનો એક અશ્લિલ હરકતો કરતો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ પર્યટન સ્થળ તરીકે જાણીતા દમણની છબી ખરડાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ હદ અને મર્યાદા વટાવી
હાલના સોશિયલ મીડિયાના જમાનામાં બધી રીતે આગળ રહેલા વિવિધ પ્રકારની રિલ્સ અને ફોટોગ્રાફીની પણ મઝા માણતા જોવા મળ્યા છે. આટલે સુધી તો ઠીક હતું, પણ હવે લોકો તેમની તમામ હદ અને મર્યાદા જાણે વટાવી ચૂક્યા હોય તેવું દમણમાં જોવા મળ્યું છે. 


જાહેરમાં શારીરિક સંબંધ બાંધતા જોવા મળ્યા
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દમણના દરિયા કિનારે એક બ્લેક કલરની ટીશર્ટ અને જીન્સ પહેરેલી મહિલા અને લાઈટ બ્લ્યૂ કલરની ટીશર્ટ અને જીન્સ પહેરેલા પુરુષ જાહેરમાં અશ્વિલ હરકત કરતા જોવા મળ્યા હતા. આ હરકત બાદ કોઈ પણ પ્રકારની શરમ કે આબરૂ રાખ્યા વિના બિદાસ્ત થઈને જાહેરમાં શારીરિક સંબંધ બાંધતા જોવા મળ્યા હતા. 


બન્ને કપલ જાહેરમાં કરતા હતા અશ્લિલ હરકતો
જોકે, આ પ્રમાણેની જાહેરમાં અશ્લિલ હરકત બન્ને કપલ કરી રહ્યા હતા ત્યારે એમના મનમાં એમ હશે કે અમને કોઈ જોતું નથી, પરંતુ શું ખબર તેમની ત્રીજી આંખ તેમની અશ્લિલ હરકતો કેપ્ચર કરી રહી છે. કોઈ વ્યક્તિ દ્વારા દૂરથી આ બન્ને પ્રેમી પંખીડાનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો મોટી દમણ જામ્પોર દરિયા કિનારાથી આગળ ચાલતા વિકાસ કાર્યો બાજુનો હોઈ એવું લાગી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે દમણના નાની દમણ અને મોટી દમણના દરિયા કિનારાને પ્રશાસન દ્વારા વિદેશના તર્જ પર વિકાસ કરવામાં આવ્યો છે. જેને લઈ છેલ્લા ઘણા સમયથી દમણમાં પર્યટકોની સંખ્યામાં ઘણો વધારો થવા પામ્યો છે. ફક્ત દક્ષિણ ગુજરાત જ નહીં પણ હવે અમદાવાદ, બરોડા, સહિત મુંબઈ અને મહારાષ્ટ્રની સાથે દેશના વિવિધ રાજ્યોના લોકો પણ દમણની મુલાકાતે આવી રહ્યા છે.  


અગાઉ એક યુવતી ટોપલેસ થઈ હતી અને હવે જાહેરમાં સેક્સ
દમણના દરિયા કિનારે આવા જ રીલ બનાવના ચક્કરમાં મોડી રાતે દમણના દરિયા કિનારે બનેલા કોઈ રસ્તા પર એક યુવતી ચાલતા ચાલતા પોતાની ટીશર્ટ ઉતારીને ટોપલેસ થઈ હતી. જે બાદ હવે જાહેરમાં દિવસના સમયે અશ્લિલ હરકત બાદ સેકસ કરતો વિડીયો વાયરલ થતાં પર્યટન સ્થળ દમણની છબી ખરડાઈ જવા પામી છે.