હિમાંશુ ભટ્ટ, મોરબીઃ સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલી મિત્રતા કે પ્રેમ તમારા માટે ખતરો બની શકે છે અને આવા કિસ્સા અનેક વખત સામે આવી ચુક્યા છે. જેમાં પહેલા તો યુવકે યુવતિને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા અને પછી અન્ય યુવતિ સાથે સગાઈ કરી લીધી જેનો આઘાત લાગતા પીડિત યુવતિએ એસિડ ગટગટાવી લીધું.. ત્યારે શું હતી પ્રેમમાં વિશ્વાસઘાતની આ ઘટના જોઈએ આ રિપોર્ટમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયાનો વધતો વ્યાપ ઘણીવખત ખતરનાક સાબિત થતો હોય છે. જેમાં થતી મિત્રતા અને પ્રેમ બંનેમાં વિશ્વાસઘાત અને છેતરિપિંડીના બનાવો અવારનવાર સામે આવતા રહે છે.  આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે મોરબીથી કે જ્યાં એક યુવતિનો સોશિયલ મીડિયાથી સંપર્ક કરી તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યા બાદ હવસનો શિકાર બનાવી હતી. આ યુવતિને યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ યુવકે વિશ્વાસઘાત કરી અન્ય યુવતિ સાથે સગાઈ કરી લેતા યુવતિએ એસિડ ગટગટાવી લીધું જેની હાલત હાલ ગંભીર છે. જો કે આ અંગે કાર્યવાહી કરતા પોલીસે તાત્કાલીક યુવકની ધરપકડ કરી લીધી છે.


આ પણ વાંચોઃ સુરતના ઓલપાડમાં પત્નીની હત્યા કરી પતિએ કર્યો આપઘાત, બાળકો બન્યા નોંધારા


ઉલ્લેખનીય છે કે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી મોરબીમાં રહેતા વૈભવ ભોરણીયા નામના શખ્સે સંપર્ક કર્યો ત્યારબાદ તે યુવતીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી તેને લગ્ન કરવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ વૈભવે તે યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો. જોકે યુવતિને લગ્નના ઠાલા વચનો આપનાર યુવાને અચાનક જ અન્ય યુવતિ સાથે સગાઈ કરી લીધી હતી. જેને લઈને યુવતિને આઘાત લાગ્યો હતો. આ અંગે જાણ થતાં જ યુવતિએ પોતાના પ્રેમીને કોલ કરતા તેણે યુવતિને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે આઘાતમાં સરી જતા યુવતિએ એસિડ ગટગટાવી મોતને વ્હાલું કરવાની કોશિષ કરી જો કે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં  આવી તેની સારવાર ચાલી રહી છે.


હાલતો પોલીસે આ ઘટનાને પગલે યુવકની તાત્કાલીક ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી છે. તેમજ તેણે અન્ય કોઈ યુવતિને પણ આવી રીતે પ્રેમજાળમાં ફસાવી છે કે કેમ તેના વિશે તપાસ હાથ ધરી છે.