Girl Pilot From Kadi, ઝી બ્યુરો/મહેસાણા: જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! આ કહેવતને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામની 19 વર્ષીય પાટીદાર યુવતીએ સાચી ઠેરવી છે. માત્ર 19 વર્ષીય પાટીદાર યુવતી પાયલોટ બની દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબૂતરબાજી કૌભાંડમાં 21 ગુજરાતી મુસાફરોનાં નામ ખુલ્યા, જાણો શું થયો મોટો ઘટસ્ફોટ?


19 વર્ષની ખેડૂત પરીવારની દીકરી સાઉથ આફ્રિકા ખાતે 10 માસની કોમર્શિયલ પાયલોટની ટ્રેનિંગ લઈ પરત ફરી છે. પિતાએ ખેતી કરી પુત્રીને ભણાવી પાયલટ બનાવી છે. પિતાએ લોન લઈ 40 લાખ નો ખર્ચ કરી પુત્રીને ભણાવી છે, અને બદલામાં દીકરીએ પોતાના ગામનું અને પિતાનું નામ રોશન કર્યું છે. 19 વર્ષીય યુવતીએ કોમર્શિયલ પાયલોટની તાલીમ પૂરી કરી હોય તેવી ગુજરાતની પ્રથમ ઘટના છે.


ભરશિયાળે ઠંડી કે વરસાદ નહી આવશે આ મોટું સંક્ટ! વર્ષ 2024 ગુજરાત માટે ઘાતક સાબિત થશે?


મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં સંદીપ કુમાર પટેલ જેઓ ખેતીવાડીનો વ્યવસાય કરે છે. તેમની દીકરી 19 વર્ષની માનસી પટેલ સાઉથ આફ્રિકામાં પાયલોટનો અભ્યાસ કરીને પાયલોટ બનીને માદરે વતન પધારી હતી. જ્યાં તેનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. 19 વર્ષની માનસી પટેલે પાયલોટ બનીને પરિવાર તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે.


ગુજરાતમાં ખળભળાટ! BRTS-સીટી બસના 120 ડ્રાઈવર ટર્મિનેટ, 7 દિવસમાં આ સર્ટી જોઈશે, નહીં


તમને જણાવી દઈએ કે માનસી પટેલે 1થી 10નો અભ્યાસ કડી આદર્શ હાઇસ્કૂલમાં કર્યો છે. ત્યારબાદ ધોરણ 11 અને 12નો અભ્યાસ ગાંધીનગરના સરગાસણમાં પૂર્ણ કર્યો છે. ધોરણ 12નો અભ્યાસ કરીને કોમર્શિયલ પાઈલોટના અભ્યાસ અર્થે સાઉથ આફ્રિકામાં ગઈ હતી અને 10 મહિનાનો કોર્સ પૂરો કરીને પાયલોટ બનીને વતન આવી હતી.


અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે બદલ્યા નિયમો, ગુજરાતી વિદ્યાર્થીઓ પર પડશે આ અસર