રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ભારતીય સંસ્કૃતિમાં દેવ ઉઠી અગિયારસનું અતિ મહત્વ રહેલું છે. આમ તો રામ ભગવાને રાવણ દહન કર્યું અને દિવાળીનાં ઘેર ઘેર દીપ પૂજન કરાયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


લોકો આસો વદ અમાસના દિવાળીની ઉજવણી કરે છે અને પછીની અગિયારસ એટલે દેવ ઉઠી અગિયારસ વિષ્ણુ ભગવાન પોઢેલ હતા તે ઉઠ્યા એ અગિયારસને દેવ ઉઠી અગિયારસ ગણવામાં આવે છે.



વિષ્ણુ (શાલિગ્રામ સ્વરૂપે) ભગવાન તુલસીજી સાથે વિવાહ થાય છે. જે વેદ પુરાણોમાં ઉલ્લેખ છે. જેને એક કૃષ્ણ ભક્ત યુવતીએ તુલસી પત્ર પર કંડાર્યું છે. 



ચિત્રકાર જીવ અને કૃષ્ણ ભક્તિ કરતાં જીજ્ઞાબેને તેને તુલસી પત્ર પર કંડાર્યુ હતું. અગાઉ પણ પીપળાના પાન પર રાધેકૃષ્ણા રાસલીલા, માં આશાપુરા, માં મોગલ, ચામુંડામાં સહિતનાં ચિત્રો દોર્યા છે.