ઝી બ્યુરો/અમદાવાદ: મહાનગર પાલિકા દ્વારા આયોજીત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની આવતીકાલથી શરૂઆત થશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફ્લાવર શોનું ઉદ્દઘાટન કરશે. જે રીવરફન્ટ પર ખાતે 3થી 22 જાન્યુઆરી સુધી ચાલશે. જો નાગરિકોની ડિમાન્ડ હશે તો ફલાવર શોનો સમય વધારવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરમ કરો! પાટીદાર દીકરી આરોપી બની ગઈ ત્યાં સુધી ચૂપ રહ્યા, હવે કરી રહ્યા છો મંથન!


આ અંગે માહિતી આપતાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતુ કે વર્ષ 2013માં ફ્લાવર શો શરૂ થયો, વર્ષ 2024ના ફ્લાવર શોમાં 20 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે ફ્લાવર શોમાં 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે. 2025ના આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અહી દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. પીએમ દ્વારા તેમની મુલાકાતમાં જે સૂચનો આપ્યા હતા તેનું પાલન કરવામાં આવ્યું છે. 


મહત્વનું છે કે જે સ્કલ્પચર મુકવામાં આવેલા છે તેની માહિતી તેઓ ઓડિયો મારફતે જાણી શકશે, જે નાગરિકો ફ્લાવર શોની મુલાકાત લેશે, તે ક્યુઆર કોડ મારફતે તેમના સૂચનો પણ આપી શકશે, ફ્લાવર શો માટે સોમથી શુક્ર રૂપિયા 70 અને શનિ-રવિના દિવસે 100 રૂપિયા ટિકિટ દર નક્કી કરાયો છે. 


'એક કન્યાનો જાહેરમા વરઘોડો કાઢી ગુજરાતની ગરિમાને ઠેસ..', ધાનાણીએ વિવાદમાં ઝંપલાવ્યું


ગત વર્ષ કરતા ફલાવર શો-2025ના આયોજન પાછળ મ્યુનિસિપલ તંત્ર ત્રણ કરોડ રૂપિયા વધુ ખર્ચ કરશે. ફલાવર શો-2025 જોવા માંગતા મુલાકાતીઓએ સોમથી શુક્રવાર રુપિયા 70 તથા શનિ અને રવિવારના રોજ રુપિયા 100 ચૂકવવા પડશે. આ ઉપરાંત સવારે 9થી 10 તથા રાત્રે 10 થી 11નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે. જેમાં પ્રતિ વ્યકિત રૂપિયા 500 ટિકીટ દર  રાખવામાં આવ્યા છે.


ફલાવર શોમાં આઈકોનીક સ્કલ્પચર મુકાશે
ફલાવર શોમાં કીર્તી સ્તંભ ઉપરાંત લોટસ, એક પેડ મા કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ, ગરબા,કેનોપીની, ફલાવર વેલી સહિતના સ્કલ્પચર તથા આઈકોનીક સ્ટ્રકચર મુકવામાં આવશે.નાના બાળકો માટે હલ્ક,ડોરેમોન, સ્પોન્જ બોબ વેગેરે કાર્ટુન આધારીત સ્કલ્પચર મુકાશે.


નવા જિલ્લાની જાહેરાત બાદ 'નવી મોકાણ'! જાણો કાંકરેજ, ધાનેરા, દિયોદરમાં કેવો છે વિરોધ


રિવરફ્રન્ટ નાઈટ ફલાવરપાર્ક ડેવલપ કરાયો
રિવરફ્રન્ટ ખાતે પશ્ચિમ બાજુએ રિવરફ્રન્ટ ફલાવર પાર્કમાં 4500 સ્કેવરમીટર વિસ્તારમાં 3 કરોડના ખર્ચથી એલઈડી લાઈટસ સાથે રિવરફ્રન્ટ નાઈટ ફલાવર પાર્ક ડેવલપ કરવામાં આવ્યો છે. 54 જેટલા વિવિધ લાઈટીંગ એલીમેન્ટસ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. વાઘ,સિંહ, જીરાફ ઉપરાંત ફાઉન્ટેન, કાર્ટુન કેરેકટર લાઈટીંગ વીથ ટેબલ ચેર જેવા આકર્ષણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે.