નવનીત દલવાડી/ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ મહાત્મા ગાંધી કેમ્પસ ખાતે આજે આઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષાતામાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજવી પરિવારના યુવરાજ, કાર્યકારી કુલપતિ સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર એમ.કે.બી.યુનિવર્સીટીમાં ૧૪૨૯૭ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયતના કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખાના ૩૯ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને ૪૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ની પદવી એનાયત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનું ગૌરવ બની રાગ પટેલ, RRR ફિલ્મમાં એક ગીતમાં તેના અવાજનો જાદુ છવાયો


ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના મહાત્માગાંધી કેમ્પસ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે યુનિવર્સીટી દ્વારા આઠમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયેલા આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજવી પરિવારના યુવરાજ , મેયર, સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહનો પ્રારંભ યુનિવર્સીટી ગાન, દીપપ્રાગટ્ય તેમજ મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. રાજ્યપાલે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ કર્યો હતો. તેઓ યુવાઓના દેશ એવા ભારતનું ભવિષ્ય છે ત્યારે કમાણીની સાથે સાથે સૌપ્રથમ તેમના જીવન ઘડતરમાં મહત્વનો રોલ અદા કરનાર તેમના માતાપિતાની ખાસ કાળજી રાખે તેમજ સમાજ અને રાષ્ટ્ર ભાવના પોતાનામાં ઉજાગર કરી સમાજ ઘડતરમાં પોતાનું યોગદાન આપે. 


એટલી બધી બાઇકો ચોરી કે આખો શોરૂમ ખોલવો પડ્યો, જુઓ તમારી બાઇક તો ચોરીની નથી ને...


આજના સમયમાં હવે પ્રાકૃતિક ખેતીનું મહત્વ જરૂરી બન્યું છે, ત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને લોકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળે જેથી અનેક બીમારીઓથી બચી શકાય. જયારે જીતુભાઈ વાઘાણીએ આવનારા સમયમાં પ્રાકૃતિક ખેતીને અભ્યાસ ક્રમમાં સમાવેશ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ૧૪૨૯૭ વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષીય ઉપસ્થિતિમાં પદવી એનાયત કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરનારા ૩૯ વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક તેમજ ૪૦ વિદ્યાર્થીઓને વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી) ની પદવી એનાયત કરવામાં આવી હતી.


ગુજરાતનું ગૌરવ બની રાગ પટેલ, RRR ફિલ્મના એક ગીતમાં તેના અવાજનો જાદુ છવાયો


આ દીક્ષાંત સમારોહમાં આર્ટસ ફેકલ્ટીના ૪૫૭૨, એજ્યુકેશન ફેકલ્ટીના ૩૫૦, સાયન્સ ફેકલ્ટીના ૨૬૫૫, લો ફેકલ્ટીના ૯૪, મેડીકલ ફેકલ્ટીના ૪૩૭, કોમર્સ ફેકલ્ટીના ૩૪૨૨, રૂલર ના ૧૮૮૧, મેનેજમેન્ટ ૩૨૭, હોમિયોપેથી ફેકલ્ટીના ૧૯૫, ડેન્ટલ ફેકલ્ટીના ૧૬૨, નર્સિંગ ના ૨૦૧, એન્જીનીયરીંગ ફેકલ્ટીના ૨ મળી કુલ ૧૪૨૯૭ વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આજના દિવસે વિવિધ મેડલો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોતાની મહેનત જયારે રંગ લાવી છે ત્યારે તેનો શ્રેય તેના પરિવાર અને ગુરુજનો ને અર્પણ કરી ગૌરવ અનુભવ કર્યો હતો. જયારે એક દિવ્યાંગ વિદ્યાર્થીનીએ સંગીતમાં પ્રથમ સ્થાન મેળવતા તેની ખુશીનો કોઈ પાર ના હતો અને તેમને તમામનો આભાર માન્યો હતો.