સમીર બલોચ/અરવલ્લી : મોજ શોખ પુરા કરવા અને હાઈ પ્રોફાઈલ જિંદગી જીવવા માટે ગુજરાતી આલ્બમની એક અભિનેત્રીએ અરવલ્લીના ધનસુરાના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં હનીટ્રેપ દ્વારા યુવકને ફસાવ્યો હતો. મીઠી મીઠી અને ઉત્તેજક વાતો કરીને યુવકને ભરમાવ્યો હતો અને પૈસા પડાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(અભિનેત્રીની તસ્વીર)


નારાજ નેતા અને નવા નેતા વિશે ભરતસિંહે કરી દિલ ખોલીને વાત, જાણો શુ કહ્યું...


અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં જિલ્લામાં પ્રથમ હનીટ્રેપની ઘટના સામેં આવી છે. જેમાં ધનસુરાના જીનેશ પટેલ નામના યુવકને ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતી આલ્બમની અભિનેત્રી યશ્ચિ (યશવી) પટેલ સાથે મિત્રતા થઈ હતી. ત્યારે બાદ યુવક જીનેશ પટેલ અભિનેત્રી યશ્વિ પટેલના પરિવારને મળ્યો હતો. અભિનેત્રીએ યુવકને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી સાથે જ કરીશ તેવું કહી પ્રેમજાળમાં ફસાવ્યો હતો.



(અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર મુકેલી તસ્વીર)


ANAND માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓ માટેની અનોખી પહેલ, પોલીસે કરી ખાસ અપીલ


અભિનેત્રીએ યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી અને બંને જણા થોડા સમય બાદ લગ્ન કરી લઈશુ તેવું કહી યુવક પાસેથી રૂપિયા ખંખેરવાનું શરૂ કર્યું હતું. શોપીંગના બહાને, ફી ફરવાના બહાને, પપ્પા બીમાર છે તેવું કહી યુવક પાસેથી 7 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે. ત્યાર બાદ અભિનેત્રી દ્વારા અવાર નવાર રૂપિયાની મંગણીઓ કરવામાં આવતા યુવક પોતાને છેતરાતો હોવાનું જણાઈ આવતા યુવકે અભિનેત્રીની માંગણીઓ પુરી કરવાનું બંધ કરી દીધું હતું. અભિનેત્રીએ યુવકનો સંપર્ક બંધ કરી દીધો હતો ત્યાર બાદ યુવક નાસીપાસ થઈ જતા સામાજિક આગેવાનો અને સામાજિક યુવાનોએ હિમ્મત આપતા તેને ધનસુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ અભિનેત્રી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.



ગુજરાતમાં હવે ડ્રગ્સ ઘુસાડવાની આ રીત જોઇ ચોંકી ઉઠશો, ઉંચા-ઉંચા અધિકારીઓ મોઢામાં આંગળા નાખી ગયા


આ મામલે અરવલ્લી પોલીસે હનીટ્રેપમાં ફસાવી યુવક પાસેથી રૂપિયા ખંખેરનાર અભિનેત્રી યશ્ચિ પટેલ સહિત અન્ય ત્રણજણા સામે ફરિયાદ નોંધી હતી. હનીટ્રેપની ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં આવા અન્ય કોઈ યુવકો હનીટ્રેપના શિકાર થયા હોય તે અરવલ્લી પોલીસનો સંપર્ક કરે ભોગ બનનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી બાંહેધરી પણ જિલ્લા પોલીસ વડાએ આપી હતી.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube