એવી શું આફત આવી પડી કે છોટાઉદેપુરના હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, જાણો વિગતે
છોટા ઉદેપુર જીલ્લા પોલીસના માથે આફત ઓછું થવાનું નામ જ નથી લેતી. બે દિવસ પહેલા જ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે સી.આઇ. ડી.ક્રાઈમની તપાસ ઊભી થઈ છે. ત્યાં જ આજે એક કોન્સ્ટેબલે ફાંસો ખાઈ લીધો છે.
ઝી ન્યૂઝ/છોટા ઉદેપુર: જીલ્લાના પાનવડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે.
ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજના કેસ તમને ધ્રુજારી ઉપાડશે
છોટા ઉદેપુર જીલ્લા પોલીસના માથે આફત ઓછું થવાનું નામ જ નથી લેતી. બે દિવસ પહેલા જ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે સી.આઇ. ડી.ક્રાઈમની તપાસ ઊભી થઈ છે. ત્યાં જ આજે એક કોન્સ્ટેબલે ફાંસો ખાઈ લીધો છે. છોટા ઉદેપુર જીલ્લાના મોટી સઢલી ગામમાં વતની અને પાનવડ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશ છોટુભાઈ રાઠવાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.
આ VIDEO જોઈને મોઢામાંથી નીકળી જશે 'ઓહ'! સુરતની કાળજું કંપાવતી ઘટનામાં નવો ખુલાસો
હેડ કોન્સ્ટેબલ કલ્પેશ રાઠવા છોટા ઉદેપુર ખાતે રાણી બંગલા કમ્પાઉન્ડમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આજે તેમના પત્ની વતનમાં ગયા હતા અને કલ્પેશભાઈ એકલા હતા ત્યારે તેઓએ આત્મહત્યા કરી લીધી હતી.
આ અઠવાડિયે ફરી ગુજરાતમાં મેઘો આફત બનશે, જાણો ક્યાં ક્યાં વરસશે કરા સાથે કમોસમી વરસાદ
કલ્પેશભાઈ પત્નીએ તેમને ફોન કરતા ઉઠાવ્યો ન હતો, એટલે તેઓએ કલ્પેશભાઈના નજીકમાં રહેતા બહેનને ઘરે મોકલ્યા હતા. ત્યારે તેઓએ કલ્પેશભાઇ ને દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી. છોટા ઉદેપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા કલ્પેશભાઈ ડીપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
પરણિતાને નિર્વસ્ત્ર કરી શરીર પર કંકુ લગાવ્યું, પછી ભૂવાએ શરીરસુખ માણ્યું,પછી પિતાએ..