હાર્દિક દીક્ષિત/વડોદરા: પપ્પા મારે દૂધ પીવું છે બસ બાળકના મોઢેથી આ બે શબ્દો સાંભળી એક પિતા તેના ત્રણ વર્ષના ફૂલ જેવા દીકરાને બાઈક પર લઈને બજારમાં નીકળે છે. સામેથી યમદૂત બનીને એક ટેમ્પો આવે છે ને પછી...આ ઘટના છે વડોદરા શહેરના ભાયલી વિસ્તારની. ભાયલી વિસ્તારમાં ગત મોડી સાંજે એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં બાઈક સવાર ત્રણ વર્ષના પુત્ર અને તેના પિતાને અકસ્માત નડ્યો'ને ફૂલ જેવા માસૂમ દીકરાને કાળ ભરખી ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલ્સ બનાવતી ગુજરાતની દરેક દીકરીઓ કાન ખોલીને સાંભળે...! જાણો હર્ષ સંઘવીનું નિવેદન


સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ભાયલી ગામમાં અંબા માતાનાં મંદિર પાછળ ભાડાના મકાનમાં રહેતા સંજય રાવળે પોતાની નજર સામે જ પોતાના ત્રણ વર્ષના દીકરાને તરફડીયા મારી અંતિમ શ્વાસ લેતા જોયો. એ વખતના કરુણ દ્રશ્યો અહી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી છતાં એક પિતાને વેદના જાણી તમારું હૃદય ભરાઈ આવશે. ત્રણ વર્ષના માસૂમ બાળક યુવરાજ એ ગત સાંજે પોતાના પિતા સામે દૂધ પીવાની જીદ કરી અને પિતા પોતાના યુવરાજને બાઈક પર બેસાડી નીકળી પડ્યા. બજારમાં એમને ક્યાં ખબર હતી કે પોતાના વ્હાલ સોયા દીકરા સાથે તેમની સફર યુવરાજ સાથે જીવનની અંતિમ સફર સાબિત થશે? 


પાટીદાર પરિવારને 1.25 કરોડની સહાય મળે તેના માટે શું છે SPGનો આગામી ધમાકેદાર પ્લાન?


બન્ને પિતા પુત્ર ભાયલી ગામના સ્મશાન પાસે પહોંચે છે ત્યારે અચાનક જ રોંગ સાઈડ પર એક ટેમ્પો ધસી આવે છે ને બાઈક સવાર બંને પિતપુત્રને અડફેટે લે છે. જેમાં બાળક હવામાં ફંગોળાઈને જમીન પર પટકાય છે. પોતાના પિતાની નજર સામે જ પુત્ર અંતિમ શ્વાસ લે છે. અકસ્માતની આ ઘટનામાં તાલુકા પોલીસ દ્વારા ટેમ્પો ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. યુવરાજના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કર્યા બાદ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા પોતાના વતન ખાતે મૃતક યુવરાજની ભીની આંખે અંતિમ વિધિ કરવામાં આવી હતી. 


ઓગસ્ટમાં ગુજરાત પર આવશે મોટું સંકટ; ગુજરાતીઓ સાવધાન થઈ જજો,અંબાલાલ પટેલની ઘાતક આગાહી


સમગ્ર મામલે ZEE 24 કલાક સાથે વાત કરતા મૃતક યુવરાજના પિતા સંજય રાવળે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી ભાડાના મકાનમાં રહેતા હતા. ગઈ કાલે જ અમે પોતાનું સપનાનું ઘર ખરીદ્યું હતું. યુવરાજને પોતાના ઘરમાં રહેવાની ખુબ ઈચ્છા હતી. ગઈ કાલે નવું ઘર મળતા પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ હતો. પરંતુ જાણે કુદરત અમારા પરિવારથી નારાજ હોય તેમ બપોરે પોતાનું ઘર અપાવ્યું ને સાંજે વ્હાલસોયા દીકરાને છીનવી લીધો. 


નિયમમાં રહેજો! ગુજરાતભરમાં ટ્રાફિક પોલીસ સક્રિય! ભાવનગરમાં નોંધાયા 1000થી વધુ કેસ


જે દીકરાના ઉજવળ ભવિષ્ય માટે કાળી મજૂરી કરીને ઘર ખરીદ્યું હતું. એ ઘરમાં મારો યુવરાજ એક દિવસ પણ ન રહી શક્યો. યુવરાજના માતા આઘાતમાં સરી પડ્યા છે. ખાલી પડેલા ઘરમાં યુવરાજની ઉત્સાહથી ભરેલી ચિચયારીઓ ગુંજી રહી હોય તેમ લાગે છે.