ગુજરાતમાં હિટ એન્ડ રનનો ગોઝારો બનાવ; કારચાલકે દંપતીને અડફેટે લીધું, 2 કિ.મી સુધી બાઇક ઘસડ્યું!
વડોદરા શહેરના જે.પી.પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મુજમહુડા પોલીસ ચોકી નજીક આજે સવારના સમયે ગોઝારો હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. મોટરસાયકલ પર સવાર દંપતીને પુરઝડપે આવી રહેલ કારચાલકે અડફેટે લેતા મોટરસાયકલ સવાર દંપતી બાળક સાથે હવામાં ફંગોળાઈ નીચે પટકાયું હતું અને દંપતીની મોટર સાયકલને કારચાલક બે કિ.મી સુધી ઘસેડી લઇ જતા સીસીટીવી પણ સામે આવ્યા છે.
જયંતિ સોલંકી/વડોદરા: હોળીના પાવન તહેવાર પર વડોદરામાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બાઈક સવાર દંપતીને કારચાલકે અડફેટે લેતા બાળક સહીત એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં બે કિ.મી સુધી કારચાલક બાઈક ઘસેડી ગયો હતો.
લોકસભા ચૂંટણી પૂર્વ ગુજરાત-રાજસ્થાન સરહદે રૂપિયાની રેલમછેલ! કારમાંથી મળ્યા 1 કરોડ
વડોદરા શહેરના જે.પી.પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મુજમહુડા પોલીસ ચોકી નજીક આજે સવારના સમયે ગોઝારો હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. મોટરસાયકલ પર સવાર દંપતીને પુરઝડપે આવી રહેલ કારચાલકે અડફેટે લેતા મોટરસાયકલ સવાર દંપતી બાળક સાથે હવામાં ફંગોળાઈ નીચે પટકાયું હતું અને દંપતીની મોટર સાયકલને કારચાલક બે કિ.મી સુધી ઘસેડી લઇ જતા સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માતમાં ઇર્જાગ્રસ્ત થયેલ એક મહિલા અને બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં હાલ બને ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.
આ ગામમાં ઉજવાય છે 700 વર્ષ જૂની પરંપરા; બાળકોના સ્વાસ્થ માટે ઉઘાડા પગે દોડે છે માતા
શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી પાસેથી બાળક સાથે મોટરસાયકલ પર પસાર થઇ રહેલ દંપતીને પુરઝડપે આવી રહેલ કારચાલકે અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો અને કારચાલક કારના આગળના ભાગે ફસાઈ ગયેલ મોટરસાયકલને બે કિ.મી સુધી ધસેડીને લઇ જાય છે. ત્યાં સુધી પણ તેને અકસ્માત સર્જ્યો હોવાની જાણ પણ સુધા થતી નથી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ એક બાળક અને મહિલાને સારવાર અર્થે અટલાદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રથમ દિવસે 76% પ્રોફિટની સંભાવના, 27 માર્ચે ઓપન થશે આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 106 રૂપિયા
સવારના સમયે અકસ્માતની જાણ થતાની સાથે જ આકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારે જાણવા મળ્યું કે કાર ચાલકે દંપતિને ફગોળી ફરાર થયો હતો. સમગ્ર મામલે પોલીસ તંત્ર તપાસ કરી કાર ચાલકને પોલીસે પકડી પાડયો છે. મહત્વની વાત છે કે વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર અને ટ્રાફિક વિભાગ દ્વારા હાઇટેક સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવવામાં આવશે, તેવી વાત કરવામાં આવી રહી છે. ત્યારે આ સિસ્ટમ જલ્દી લાગે જેથી આ પ્રકારનું કૃત્ય કરતા કાર ચાલક ડરે અને વહેલી તકે આરોપીઓને પકડવામાં સફળતા મળી શકે.
Rules Change: FASTag, ક્રેડિટકાર્ડથી માંડીને PF સુધી, 1 એપ્રિલથી બદલાઇ જશે આ 7 નિયમો
પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક કનવરલાલ પાલનો પીછો કરી તેને દબોચી લીધો છે અને કાર પણ જપ્ત કરી છે. કારમાંથી એક ગ્લાસ અને કોલ્ડ્રીંગની બોટલ પણ મળી આવી છે. પોલીસે કાર ચાલક કનવરલાલની અટકાયત કરી તેની પુછપરછ કરતા તેને અકસ્માત સર્જ્યો હોય તેવી તેને જાણ જ ના હોવાનું રટણ કરી રહ્યો છે. આરોપીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે અને હાલ આરોપીનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી તેના વિરુદ્ધ ડ્ર્ક એન્ડ ડ્રાઇવ અને અલગથી અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરશે.
આ વિસ્તાર બન્યો ગુનાખોરીનું એપીસેન્ટર! છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી યુવકની હત્યા
વહેલી સવારે હિટ એન્ડ રન અકસ્માત સર્જાતા ફરી એકવાર તથ્ય પટેલ હિટ એન્ડ રન કાંડ લોકોને યાદ આવી ગયું હતું. ત્યારે જોવાનું એ જ રહેશે કે શહેરનું ટ્રાફિક તંત્ર અને પાલિકા તંત્ર હાઈ ટેક કેમેરા સિસ્ટમ ક્યારે લગાડશે. તેમજ ટ્રાફિક વિભાગ આવા નબીરાઓ પર કડક કાર્યવાહી ક્યારે કરશે કે જેથી આ પ્રકારના બેફામ હંકાવતા કાર ચાલકોને રોકી શકાશે.