ઉદય રંજન/અમદાવાદ: ઇસનપુર વિસ્તારમાં મોડી રાત્રે એક હિટ એન્ડ ઘટના બની હતી. જેમાં ઘર બહાર બેઠેલા એક મહિલાને છોટા હાથીના ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. ઇસનપુરના ઓળવાસ પાસેની આ ઘટનામાં છોટા હાથીના ચાલક બનાવ બનતા જ ત્યાંથી નાસી છૂટ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ; ખેડૂતોમાં ચિંતા પ્રસરી, આ પાકોને છે ખતરો


અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે છોટા હાથીના ચાલક આરોપી મહેશ રાવળની ટ્રાફિક પોલીસે હાલ ધરપકડ કરી છે. બાદમાં આરોપીની પોલીસે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે મહેશ રાવળ અગાઉ મણિનગર પાસે એક બ્રેઝા કાર રોડ પર ઉભી હતી તેને ટક્કર મારી ડરના માર્યા ભાગીને ઇસનપુર વિસ્તારમાં કેનાલ રોડ પાસે સાંકળી ગલીમાં છોટા હાથી ટેમ્પો નાખ્યો. 


બહારના તો શું ગામના લોકો જ નથી લેતા આ ગામનું નામ, કંડક્ટર પણ સમજીને આપી દે છે ટિકીટ


આ દરમિયાન ગભરાઈ જઈ બીજો અકસ્માત સર્જ્યો અને મૃતક કંકુબેન દેવીપૂજક મહિલાનો જીવ ગયો. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેની સારવાર ચાલી રહી છે. અકસ્માત મામલે જે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ માં વધુ કલમનો ઉમેરો કરી હાલ તપાસ શરૂ કરી છે. 


ગુજરાતમાં આવેલું છે વિશ્વનું સૌથી પહેલું શાકાહારી સિટી, જાણો એક માત્ર શહેરની કહાની