Gujarat Heavy Rains: રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર. છેલ્લાં ચાર દિવસથી ગુજરાતનું બીજું સૌથી મોટું શહેર પાણીમાં ડૂબ્યું છે. ખાડીપૂરે સુરતની સૂરત બગાડી નાખી છે. ગાડીઓ ડૂબવા લાગી છે, મંદિરો ડૂબ્યાં છે, મકાનો ડૂબ્યાં છે, શહેરમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થવા લાગ્યું છે, સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે. સુરતમાં જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી પાણી જ છે. આજે આપણે સમજીએ કે આખરે ખાડીપુર કઈ રીતે સુરતને પોતાના બાનમાં લઈ રહ્યું છે.. કેવી રીતે દેશની ડાયમંડ નગરી પાણીથી તરબોળ થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોનું આવશે મોત! વરસાદની પેટર્ન બદલતા અંબાલાલની આગાહી ફરી, 26મી પછી તો...


  • ખાડીપૂરમાં ડુબી સુરત નગરી

  • 5 ખાડીઓએ ડૂબાડી ડાયમંડ નગરી!

  • કોના પાપે બગડે છે સુરતની સૂરત?


આણંદમાં મેઘરાજા વિફર્યા! 4 કલાકમાં જ બોરસદમાં 13 ઇંચ વરસાદ, આ વિસ્તારો જળમગ્ન!


પણ સવાલ એ છે કે સુરત શહેર અવારનવાર ખાડીપૂરમાં કેમ ડૂબવા લાગે છે? આ ખાડીપૂરના મુખ્ય પાંચ કારણ છે. પહેલું સુરત શહેરની ભૌગોલિક સ્થિતિ, બીજું તાપી નદીનો જળસ્તર, ત્રીજું, સુરત શહેરમાં ભારે વરસાદ, ચોથું, ઉપરવાસમાં ભારે વરસાદ અને પાંચમું, દરિયામાં હાઇટાઇડ. સુરત શહેરમાં તાપી નદી પસાર થાય છે. આ નદીની સાથે સાથે શહેરમાં 5 ખાડી છે, જેમાં ભેદવાડ, સીમાડા, મીઠી, ભાઠેના ખાડી અને કાંકરા ખાડીનો સમાવેશ થાય છે.


  • મીઠી ખાડી નજીક રહેતા લિંબાયત વિસ્તારના લોકો..

  • ભેદવાડ ખાડીના કારણે પાંડેસરા વિસ્તારના લોકો..

  • સીમાડા ખાડીના કારણે પૂણા ગામ વિસ્તારના લોકો.. 

  • કાંકરા ખાડીથી બમરોલી અલથાણ અને ભીમરાડ વિસ્તારના લોકો..

  • ભાઠેના ખાડીના ઉધના અને લિંબાયત વિસ્તારના લોકોનાં જીવન અસ્તવ્યસ્ત થઈ ગયાં છે..


ગુજરાતના આ જિલ્લામાં 48 કલાક માટે રેડ એલર્ટ; ત્રણ નદીઓ કરી શકે છે તહસનહસ, પુરની સ્થિ


ખાડીના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જતાં ખુદ પોલીસ કમિશનર ગ્રાઉન્ડ પર ઉતર્યા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને લોકોને સ્થળાંતર કરવા માટે અપીલ કરી.  સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ભયાનક છે.. ખાડીના પાણીના કારણે સુરતનું સણિયા હેમાદ ગામ આખું ડૂબી ગયું છે.. અવિરત વરસાદ અને ખાડીના પાણી ઘૂસી જવાના કારણે લોકો ગામની બહાર નથી નીકળી રહ્યા. NDRF દ્વારા બોટ મારફતે લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.


સુરતના લીંબડા ગામમાં ધોધમાર વરસાદના કારણે NDRFની ટીમ દ્વારા ભાઠા ફળિયામાંથી 300થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.. માંગરોળના લીંબડા ગામે કીમ નદીનું પાણી ફરી વળતાં આખે આખું ગામ બેટમાં ફેરવાયું છે.. નદીનું પાણી ગામમાં ઘૂસવાના કારણે લોકોના જીવ પર આફત આવી છે.. 


આ ગુજરાત છે બધું જ શક્ય છે! મહેસાણામાં પાકિસ્તાની પરિવારના નીકળ્યા આયુષ્માન કાર્ડ


ત્રણ-ત્રણ દિવસથી મેઘરાજાએ આખાં શહેરને બાનમાં લીધું છે. રવિવાર અને સોમવારે પડેલા ભારે વરસાદથી સુરતમાં ખાડીપૂર આવ્યું છે. ખાડીપૂરને કારણે પોલીસ સ્ટેશન, સ્કૂલો, ઘરો, દુકાનોમાં પાણી ઘૂસી ગયાં છે. બોટો ફરતી થતાં જ સુરતીઓના જીવ તાળવે ચોંટ્યા છે. સુરતીઓને 2006માં આવેલા તાપીના પૂરની યાદ આવી ગઈ છે. ડૂબતા સુરતનાં દ્રશ્યો જોઈ લોકો પણ હવે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આ સ્થિતિમાંથી બહાર કાઢો, કારણ કે બે ખાડી ઓવરફ્લો થતાં હવે મીઠી ખાડી ઓવરફ્લો થવાની અણીએ છે, જેથી પાણીનું જોખમ હજુ વધવાની શક્યતા છે.