સુરત બન્યો દરિયો! સાંબેલાધાર વરસાદ બાદ ક્યા કેવી છે સ્થિતિ? 6 ફુટ સુધી ભરાયેલા છે પાણી
સુરતમાં વરસેલી આકાશી આફતના દ્રશ્યો હૃદય ભાંગી નાંખે તેવા છે. લિંબાયતના ભાઠેના રોડ પર નજર નાંખીએ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે. મીઠી ખાડીનું પાણી ભરાતા શહેરમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે..
Surat Heavy Rains: સુરતમાં સાંબેલાધાર વરસાદથી શહેર જાણે સમુદ્ર બની ગયું છે. શહેરની સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ છે, રોડ-રસ્તા અને અનેક વિસ્તાર જળમગ્ન છે. વરસાદે તો વિરામ લઈ લીધો છે પરંતુ તંત્રના પાપે હજુ વરસાદી પાણી ઓસર્યા નથી. જેના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે. જુઓ સુરતની સ્થિતિ પર અમારો આ ખાસ અહેવાલ.
- પાણી-પાણી ડાયમંડ નગરી સુરત
- શહેરમાં વરસાદી આફતના આકાશી દ્રશ્યો
- શહેરની સોસાયટીઓ બની ગઈ સરોવર!
- વરસાદનો વિરામ પણ પાણીનો નિકાલ નહીં
- જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય
- ક્યારે ઓસરશે ભરાયેલા વરસાદી પાણી?
સુરતમાં વરસેલી આકાશી આફતના દ્રશ્યો હૃદય ભાંગી નાંખે તેવા છે. લિંબાયતના ભાઠેના રોડ પર નજર નાંખીએ ત્યાં પાણી નજરે પડી રહ્યું છે. મીઠી ખાડીનું પાણી ભરાતા શહેરમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોના હાલ બેહાલ થયા છે.
- સુરત બન્યું સમુદ્ર!
- લિંબાયતમાં જળબંબાકાર
- ઘરમાં ઘૂસ્યા પાણી
- આફતના આકાશી દ્રશ્યો
લિંબાયતના જગલશા બાવા દરગાહનો આખો વિસ્તાર પાણીથી લબાલબ જોઈ શકાય છે. સાંબેલાધાર વરસાદ બાદ ભરાયેલા પાણીનો કોઈ નિકાલ ન થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વિસ્તારમાં હજુ પણ ઘૂંટણી સુધી પાણી ભરાયેલા છે. લોકોના ઘર અને દુકાનમાં પાણી ફરી વળતાં લોકોના હાલ બેહાલ થયા છે.
- પાણીથી લબાલબ લિંબાાયત
- ઘૂંટણ સુધી ભરાયેલા પાણી
- ઘર-દુકાનમાં પાણી
- આફતનો વરસ્યો વરસાદ
સમુદ્ર બની ગયેલા સુરત શહેરનો ખાડી વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. વરસાદે તો વિરામ લઈ લીધો છે પરંતુ વરસાદે કેવો વિનાશ વેર્યો તે અહીં જોઈ શકાય છે. શહેરના સણિયા હેમાદ, સરથાણા, સીમાડા ખાડી, ગોડાદરામાં જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સુરત કોર્પોરેશનની અણઆવડત અને અણઆવડતને કારણે લોકોને પાણીમાં રહેવાનો વારો આવ્યો છે.
- આફતના આકાશી દ્રશ્યો
- નજર નાંખો ત્યાં પાણી
- વરસાદ પછી વિનાશ!
- તંત્રના પાપે પરેશાની
જ્યાં વાહન દોડવા જોઈએ ત્યાં દોડી રહી છે હોડીઓ. જ્યાં લોકો હરવા ફરવા જોઈએ તે લોકો હોડીમાં બેસવા મજબૂર બન્યા છે.. આકાશમાંથી વરસેલા આફતના વરસાદ બાદ લિંબાયતની મીઠી ખાડીમાં કેવી મુશ્કેલી સર્જાઈ છે તે જોઈ શકાય છે. આ વિસ્તારના લોકોએ જાણે પાણી વચ્ચે ઘર બનાવ્યા હોય તેમ લાગી રહ્યું છે. સ્થિતિ એટલી વિકટ છે કે લોકોને રેસક્યુ કરીને બહાર કાઢવા પડ્યા છે. સગર્ભા મહિલા, નવજાત બાળક સહિત 10 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા.
- મીઠી ખાડીમાં પાણી
- પાણી વચ્ચે લોકોના ઘર
- વિસ્તારમાં દોડતી હોડીઓ
- અનેકના કરાયા રેસ્ક્યુ
સુરતની મીઠી ખાડીની વરસાદે માઠી દશા બેસાડી દીધી છે. વિસ્તારમાં 6 ફુટ સુધી પાણી ભરાયેલા છે. સતત ત્રીજા દિવસે ખાડીમાં પુરીની સ્થિતિ બનેલી છે. લોકોના ઘર અને દુકાનમાં પાણી ભરાયેલા છે. લોકો પાણી વચ્ચે થઈને ચાલવા માટે મજબૂર છે. ખાડીમાં પાણીનો અધધ પ્રવાહને કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
- મીઠી ખાડીની માઠી દશા
- વિસ્તારમાં પાણી જ પાણી
- 6 ફુટ સુધી ભરાયેલા પાણી
- ત્રીજા દિવસે પુરની સ્થિતિ
પાટિયા વિસ્તારમાં જ્યાં માધવબાગ સોસાયટી સરોવર બની ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા પાણીને કારણે 800 જેટલા ઘરો પાણીમાં ડૂબી ગયા છે. કરોડોના ખર્ચ બાદ પણ પાણી ભરાયેલા રહેતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે પુરની સ્થિતિ હોવા છતાં તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી.
- સોસાયટી બની સરોવર
- 800 ઘર પાણીમાં ડૂબ્યા
- તંત્રની અણઆવડથી મુશ્કેલી
સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતાં શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારના પણ હાલ બેહાલ થયા છે. સુરતના ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. માંગરોળના સિયાલજ ગામનો સંપર્ક કપાઈ ગયો છે. ગામની ચારેબાજુ પાણી ભરાઈ જતાં અવર જવર માટેના તમામ રોડ રસ્તા બંધ થઈ ગયા છે. માલધારી પરિવારો રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે. લોકોનો રોષ તંત્ર સામે જોવા મળી રહ્યો છે.
- ભારે વરસાદથી કપાયો સંપર્ક
- સિયાલજમાં ચારે બાજુ પાણી
- માલધારી રોડ પર રહેવા મજબૂર
સુરત-ભરૂચ હાઈવેના વડોલી સર્કલ નજીકના હાઈવે પર નદીના પાણી ફરી વળતાં લોકોના હાલ બેહાલ થયા છે. ઓલપાડથી હાંસોટને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે વાહન ચાલકોની માઠી દશા બેઠી છે. ખાસ સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી ખરાબ વાત તો એ છે અહીં તંત્રનું કોઈ જ પહોંચ્યું નથી. સ્થાનિકો યુવાનો હાઈવે પર આવીને વાહન ચાલકોની મદદ કરી રહ્યા છે. પરંતુ તંત્રનો એક પણ અધિકારી મદદ માટે પહોંચ્યો નથી. સુરતમાં વરસાદે વરેલો વિનાશ દ્રશ્યમાન થઈ રહ્યો છે. વરસાદે તો હવે પોતાનું કામ કરીને વિરામ લઈ લીધો છે પરંતુ પુરના પાણી ક્યારે આસરશે તે જોવું રહ્યું?