નિલેશ જોશી/વાપી: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામ નજીક ખાડીમાંથી મળેલા અજાણ્યા યુવકના મુદ્દે મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. મૃતક અરવિંદ રાઠવા એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો .પોલીસે ડ્રાઈવર અરવિંદ રાઠવાની હત્યાના ગુન્હામાં મુખ્ય આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે હત્યાનું કારણ જે જાણવા મળ્યું છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યારે કોણ છે હત્યાના આરોપી?? અને કેમ કરવામાં આવી હતી એક ડ્રાઈવરની હત્યા?? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતક વાપીના કબ્રસ્તાન રોડ પર રહેતો
વલસાડ જિલ્લાના પારડી નજીક પલસાણા ગામની ખાડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોહવાયેલી હાલતમાં ખાડીમાંથી મૃતદેહ મલતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વાપીના કબ્રસ્તાન રોડ પર રહેતો અને એસટી બસ ડ્રાઈવર તરીકે નોકરી કરતો અરવિંદ રાઠવા હોવાનું બહાર આવ્યું હતું.


પોલીસે રાજુ ઠાકુર નામના આરોપીની ધરપકડ કરી
આમ ડ્રાઈવર અરવિંદ રાઠવા ની કોઈ અજાણ્યા શખ્શોએ હત્યા કરી અને મૃતદેહને ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.. અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી હતી મૃતકં અરવિંદ રાઠવાની હત્યા ના ગુનામાં પોલીસે રાજુ ઠાકુર નામના એક આરોપીની ધરપકડ કરી હતી. જે મૃતક અરવિંદ રાઠવાનો પડોશી જ હતો. સાથે જ આ મામલામાં એક સહ આરોપી નિઝાર મોહમ્મદ પંજવાણીનું પણ નામ ખુલ્યું હતું. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે. 


હત્યાનો ભેદ જાણી પોલીસ પણ ચોંકી
એસટી બસ ડ્રાઇવર અરવિંદ રાઠવાની હત્યા ના ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી રાજુ ઠાકુર ની ધરપકડ બાદ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી. પૂછપરછ માં મૃતક અરવિંદ રાઠવાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. જે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક અરવિંદ રાઠવા વાપી એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. અને વાપી એસટી ડેપો નજીક જ આવેલા કબ્રસ્તાન રોડના હાલાણી કોમ્પલેક્ષમાં રહેતો હતો.આરોપી રાજુ ઠાકુર અને મૃતક અરવિંદ રાઠોડ બંને પડોશીઓ હતા. 


અનૈતિક પ્રેમ સંબંધોમાં હત્યા
મૃતક અરવિંદને રાજુ ઠાકુરની પત્ની શીતલ સાથે આંખ મળી ગઈ. અને બંને વચ્ચે અનૈતિક પ્રેમ સંબંધો બંધાયા હતા. જેની જાણ આરોપી રાજુ ઠાકુરને થઈ ગઈ હતી. આથી આવેશમાં આવી અને પોતાની શીતલ પત્નીના પ્રેમી અરવિંદ રાઠવા નો કાંટો કાઢવા કાવતરું રચ્યું. જેમાં નિઝાર મોહમ્મદ પંજવાણી નામના અન્ય એક વ્યક્તિએ પણ તેમાં મદદ કરી બંનેએ અરવિંદની હત્યા કરી અને મૃતદેહને રિક્ષામાં લઈ પલસાણાની આ ખાડીમાં ફેંકી દીધો હતો. જો કે આખરે બંનેનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું. મૃતક અરવિંદ નો મૃતદેહ મળતા જ પોલીસે ને ગણતરીના સમયમાં જ સફળતા મળી હતી.


પતિ પત્ની અને વોની કહાની
આમ ખાડીમાંથી મળેલા મૃતદેહ ને મામલે પોલીસે તપાસ કરતા હત્યાની ચોંકાવનાર હકીકત બહાર આવી હતી. એસટી બસ ડ્રાઇવર અરવિંદ રાઠવા ની હત્યાના મામલામાં પણ પતિ પત્ની અને વોની કહાની સામે આવી હતી. આમ ફરી એક વખત અનૈતિક પ્રેમ સંબંધ નું લોહિયાળ પરિણામ આવ્યું છે. પોલીસે ત્યારે પત્ની શીતલ ના પ્રેમી ની હત્યા કરનાર આરોપી રાજુ ઠાકુર ની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.