વડોદરા: સુલભ શૌચાલયમાં થયેલી બબાલ ઉગ્ર થતા કર્મચારી પર ચાકૂથી હુમલો
શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલા સુલભ શૌચાલયમાં કુદરતી હાજત માટે આવેલા યુવાન અને ફરજ પરના કર્મચારી વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. કૂદરતી હાજત માટે આવેલા યુવાને પૈસા આપવાનો ઇન્કાર કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા યુવાને કર્મચારી ઉપર ચાકૂથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મામલો ઉગ્ર બનતા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલા સુલભ શૌચાલયમાં કુદરતી હાજત માટે આવેલા યુવાન અને ફરજ પરના કર્મચારી વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. કૂદરતી હાજત માટે આવેલા યુવાને પૈસા આપવાનો ઇન્કાર કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા યુવાને કર્મચારી ઉપર ચાકૂથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મામલો ઉગ્ર બનતા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ પાસે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા સંચાલિત સુલભ શૌચાલય આવેલું છે. આ શૌચાલયમાં એક યુવાન કૂદરતી હાઝત માટે આવ્યો હતો. કૂદરતી હાજત બાદ બહાર આવેલા યુવાન પાસે કર્મચારી અશોકકુમાર રાયે નિર્ધારીત રૂપિયા 5 માંગતા મામલો બિચક્યો હતો. જોતજોતામાં યુવાન અને કર્મચારી વચ્ચે છૂટ્ટા હાથની મારામારી શરૂ થઇ ગઇ હતી. જેમાં રોષે ભરાયેલા યુવાને પોતાની પાસેના ચાકૂથી કર્મચારી ઉપર હુમલો કર્યો હતો.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીનું વિવાદિત નિવેદન, ‘રાહુલ ગાંધી ચોર કંપનીના વડા’
કુદરતી હાઝતે આવેલા યુવાનની સાથે આવેલા અન્ય યુવાને ઝઘડામાં વચ્ચે પડેલી એક મહિલાને પણ માર માર્યો હતો. મામલો ઉગ્ર બનતા કર્મચારીએ આ અંગેની જાણ સયાજીગંજ પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને ઘટના અંગેની વિગતો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે બ્રિજ ઉપરથી પસાર થતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
7 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા, 18.50 લાખ વિદ્યાર્થીઓની થશે કસોટી
સુલભ શૌચાલયમાં કામ કરતા કર્મચારી અશોક રાયે જણાવ્યું હતું કે, મારી પર હુમલો કરનાર વ્યક્તિ છેલ્લા આઠથી 10 દિવસથી આવતો હતો. અને કુદરતી હાજતે ગયા પછી પૈસા આપતો ન હતો. અને મફતમાં જ જઇશ તેમ કહેતો હતો. આજે ફરીથી તે આવ્યો હતો અને મારી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. અને ચાકુ લઇને આવ્યો હતો. અને મારા પર હુમલો કર્યો હતો. જોકે આસપાસના લોકો આવી જતા તે ભાગી ગયો હતો.