સુરતઃ લૉનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરવાની ઘટના સામે આવી છે.  વિદ્યાર્થિનીએ વેસુ આવાસમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે. વિદ્યાર્થિની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. જેમાં પરીક્ષામાં નહીં બેસવા દેવાતા વિદ્યાર્થીની ડિપ્રેશનમાં હતી. વિદ્યાર્થિનીએ એક દિવસ મોડું અસાઇમેન્ટ જમા કરાવવા ગઇ હતી. જેને લઇ માથાકૂટ થઇ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તેના ઘરે પહોંચી હતી. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.