અમદાવાદઃ અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થાય છે. અરબી સમુદ્રમાંથી ઉઠતા વાવાઝોડા ગુજરાતના દરિયા કાંઠાને ભારે નુકસાની લાવે છે. આવામાં ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે.  હવામાન વિભાગની માહિતી પ્રમાણે દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉદભવ્યું છે. જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આ હવાનું દબાણ આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે આપેલી માગિતી પ્રમાણે 5 જૂને, સાંજે 5.30 કલાકે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર હળવું દબાણ ઉભું થયું છે અને તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે છે, જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય શકે છે. હવામાન વિભાગે માછીમારોને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના પૂર્વ મધ્ય સમુદ્ર તરફ ન જવાની સલાહ આપી છે. 


વાવાઝોડું ક્યારે ત્રાટકશે  
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે. 


આ પણ વાંચોઃ ધારાસભ્ય યોગેશ પટેલે મ્યુ.કમિશ્નર દિલીપ રાણાને જાહેરમાં તતડાવ્યા! કહ્યું કે......


ગુજરાતમાં ક્યાંથી પસાર થશે વાવાઝોડું
12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. વાવાઝોડું 13 જુનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે તેવી શક્યતા છે. 


હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જેના બાદ 12 થી 14 જુન વચ્ચે ચક્રવાત આવશે. હાલ ચક્રવાતની તમામ હિલચાલ પર નજર રાખવામા આવી રહી છે. સાથે જ ચક્રવાતની તીવ્રતા કેટલી છે તેના પર પણ ફોકસ કરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું બાયપોરજોય ચક્રવાત ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube