ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ધરા ધ્રુજી, મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યા
ભૂકંપના આંચકો અનુભવાતા મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યા હતા. તમને જણાવી દઈએ કે 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે.
ઝી બ્યુરો/કચ્છ: ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે ભૂકંપનો આંચકો નોંધાયો છે. નવા વર્ષે પણ કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. લખપત બોર્ડર પાસે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. વહેલી સવારે 3.58 મિનિટે નોર્થ ઇસ્ટમાં 56 km દૂર આંચકો નોંધાયો છે. ભૂકંપના આંચકો અનુભવાતા મીઠી નીંદર માણતા લોકો સફાળા જાગ્યા હતા. તમને જણાવી દઈએ કે 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે.
ભૂંકપના આંચકાની અસર કેટલા સુધી વર્તાઈ:
વર્ષ 2001માં 26 જાન્યુઆરીનો દિવસ કોઈ પણ ગુજરાતી માટે ભૂલવો આસાન નથી. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આજે વહેલી સવારે 3:58 કલાકે 3.3ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ખાવડા વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ લખપતથી 56 કિલોમીટર નોર્થ - ઈસ્ટમાં નોંધાયો છે.
આ દિવસે ગુજરાતમાં અનેકો જગ્યાઓ પર ધરા ધ્રુજી ઉઠી હતી અને પછી મચ્યો હતો મોતનો તાંડવ. પરંતુ કચ્છમાં ભૂકંપના કારણે ચારેકોર બસ જોવા મળ્યા હતા તબાહીના દ્રશ્યો. કચ્છના ભયાનક ભૂકંપના 20 વર્ષ વિતી ગયા છે. પરંતુ એ ભૂંકપની હોનારતને આજે પણ કચ્છવાસીઓ ભૂલી નથી શક્યા.આજે પણ એ ભૂકંપના દ્રશ્યો યાદ કરતાની સાથે લોકોની આંખમાથી આંસુ વહેવા લાગે છે. કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઈન પર જ નોંધાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલ ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના લખપત વિસ્તાર પાસે આંચકો અનુભવાયો હતો.
700 કિલોમીટર અને 182 તાલુકાની ધજા ધ્રુજી
ભૂકંપના કારણે 700 કિમી સુધીના વિસ્તારમાં આવેલા 182 તાલુકાઓ પર અસર થઈ હતી. જેમાં અંદાજે 6 લાખથી વધુ લોકો ઘર વિહોણા થયા હતા. 238 કિલોમીટર દૂર આવેલા અમદાવાદ અને 357 કિલોમીટર દૂર આવેલા સુરતમાં પણ ભૂકંપના કારણે તબાહી મચી હતી. અમદાવાદમાં 81 બ્લિડીંગો પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.જેમાં 752 લોકો મૃત્યુ પામ્યા હતા. સુરતમાં પણ હરેકૃષ્ણ નામની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી જેમાં 8 લોકોના કરૂણ મોત થયા હતા.જો કે આ વાતને 20 વર્ષ વિતી ગયા છે.છતા લોકો આ ભયાનક ઘટનાને ભૂલી નથી શક્યા.