અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના! બેનાં મોત, એક સારવાર હેઠળ, એકની શોધખોળ ચાલુ
રાજુપુરા પાસે 5 જેટલા મજૂરો દટાયા હોવાની માહિતી મળી રહી છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે આ દુર્ઘટના સર્જાઈ હોવાની વાત સામે આવી છે. દુર્ધટનામાં 3થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી રહી છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાઈ છે. આણંદનાં વાસદ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. રાજુપુરા પાસે 5 જેટલા મજૂરો દટાયા હતા. જેમાં 2 કામદારોના મોત નિપજ્યા છે. જ્યારે એક હજું પણ દટાયેલ છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના પાપે આ દુર્ઘટના સર્જાઈ હોવાની વાત સામે આવી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આણંદનાં વાંસદ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન પથ્થરો તૂટીને પડતા પાંચ લોકો દબાયા છે. રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટના સર્જાઈ છે. પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના બની છે. રેલ્વે પ્રોજેકટના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. જેસીબી મશીન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં આ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આણંદના રાજુપૂરા નજીક મહી નદી પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ગર્ડર અને પથ્થરો બેસાડવાની કામગીરી દરમીયાન સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે મજૂરોના મોત નીપજ્યા છે. જયારે એક ઘાયલ હોસ્પીટલમાં સારવાર હેઠલ છૅ. અત્યારે અન્ય એક યુવક કાટમાળ હેથળ દબાયેલો છૅ, જેને બહાર કાઢવા માટે બચાવ કામગિરી ચાલુ છૅ.
મૃતકોના નામ
પ્રહલાદ બારીયા
રણજીત યાદવ (ઉ.વ. 40) બિહાર
કમલેશ સારવાર હેઠળ
કનુભાઈ ડાહ્યાભાઇ સોલંકી 37 દબાયેલા છૅ..
અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તંત્રના અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. વિશાળ કોંક્રીટ સ્ટ્રક્ચર હેઠળ 3 થી વધુ કામદારો દટાયા હતા. વાસડા નદી પર ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માત સર્જાતા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.