ગાંધીનગરઃ  રાજ્યમાં કોરોના વાયરસ બાદ વધી રહેલા મ્યુકોર માયકોસિસના કેસે રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોનાથી સાજા થનારા લોકો આ સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. હવે રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા મ્યુકોર માઇકોસિસને મહામારી જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ કરી જાહેરાત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલો છે.


આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કનફર્મ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે


જાણો શું છે બ્લેક ફંગસ સંક્રમણ
કોરોનાથી અત્યાર સુધી ઘણા લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત હવે કોરોનાની સારવારમાં અને તેની બાદ ભારતમાં Mucormycosis અથવા બ્લેક ફફંગસના કેસો વધી રહ્યા છે. આ ચેપ એટલો ગંભીર છે કે દર્દીઓને બચાવવા માટે તેમની આંખો પણ નીકાળવી પડે છે. મ્યુકોમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના ઘણા પ્રકારો છે અને હવે સરકારે આ માટે કેટલાક સૂચના પણ જાહેર કરી છે. તેવા સમયે આવો જાણીએ આ પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઇએ.


મ્યુકોર માઇકોસિસમાં જોવા મળે છે આ લક્ષણો
આ રોગના કેટલાક લક્ષણોમાં માથાનો દુખાવો, દાંતના દુ: ખાવો સામેલ છે. આ ઉપરાંત આ લક્ષણો પણ હોઇ શકે છે.


1 આંખો  અથવા નાકની આસપાસ પીડા અને લાલાશ


2 તાવ


3 ખાંસી


4 શ્વાસ લેવામાં તકલીફ


5 લોહીની ઊલટી


6 અનકંટ્રોલ ડાયાબીટીસ


7 બદલાયેલી માનસિક સ્થિતિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube