મોટી દુર્ઘટના ટળી! પાવાગઢમાં રોપ-વેનો કેબલ ટ્રેક પરથી ઉતર્યો; ઉડન ખટોલામાં બેઠેલા લોકોના જીવ પડીકે બંધાયા
યાત્રાધામ પાવાગઢમાં ખાતે યાત્રાળુઓની સુવિધા માટે બનાવેલ રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી છે.
ઝી બ્યુરો/પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ ખાતે એક મોટી દુર્ઘટના ટળી છે. યાત્રાધામ પાવાગઢમાં ખાતે યાત્રાળુઓની સુવિધા માટે બનાવેલ રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી છે. આ ઘટનાને પગલે ઉડન ખટોલામાં બેઠેવા લોકોનો જીવ પડીકે બંધાયો છે. રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી જતાં અડધો કલાક સુધી લોકોથી ભરેલી ડોલીઓ હવામાં લટકી રહી હતી. જેના કારણે રોપ વેમાં બેઠેલા શ્રદ્ધાળુઓના શ્વાસ અદ્ધર થયા હતા. તમને જણાવી દઈએ કે ઉષા બ્રેક કંપની ઉડન ખટોલા સેવા ચલાવે છે.
ગુજરાતમાં ખાખીને લજવવા વાળા ઓછા નથી! 'લિસ્ટેડ' બુટલેગર અને PSI એક જ સ્ટેજ પર- VIDEO
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આજે મોડી સાંજે પાવાગઢ ખાતે રોપ-વેનાં પિલર નંબર- 4ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે સેવા અટકી ગઈ હતી. જેના કારણે ઉડનખટોલાની 10થી વઘુ બોગીમાં સવાર યાત્રાળુઓ પણ અધવચ્ચે અટવાયા હતા. ઘટના બનતાં જ તાત્કાલિક કેબલને ફરી ગરગડી પર ચડાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. કેબલ ઉતરી જવાની ઘટના બનતાં જ સંચાલકો દ્વારા યાત્રિકોને સલામત રીતે નીચે ઉતારવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉષા બ્રેકો નામની કંપની પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરે છે. પાવાગઢ રોપવેની લંબાઈ 736 મીટર છે. જ્યારે ગિરનાર રોપ વેની લંબાઈ 2,320 મીટર છે.
ભારે વરસાદ માટે તૈયાર રહો! ગુજરાત સહિત આ 8 રાજ્યો માટે ભયાનક આગાહી, નવાજૂનીના સંકેત
પાવાગઢમાં ઘુમ્મટ કેમ પત્તાની માફક તૂટી પડ્યો
પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના બની હતી. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટ્યો હતો. ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા. માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા.
4-4 ગર્લફ્રેન્ડને પટાવવા પાઇલટ બની ફરતા યુવાનની પોલીસે ફિલ્મ ઉતારી! અજીબોગરીબ કિસ્સો
પંચમહાલ જિલ્લામાં પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો. દુર્ઘટનામાં 10થી વધુ યાત્રિકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા થયા ઇજાગ્રસ્ત સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જે પછી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દરરોજની 2 ચા ના રૂપિયાનું કરો રોકાણ, ઘડપણમાં દીકરાને નહીં જોડવા પડે હાથ!