અમદાવાદ : ભારતીય જળસીમામાંથી કોટેશ્વર નજીકનાં સિરક્રિક પાસેથી એક પાકિસ્તાની માછીમારને સુરક્ષાદળોએ ઝડપી લીધો છે. મોડી રાત્રે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ માછીમારી ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ઘુસી આવ્યો હતો. તેની બોટ સહિતનો મુદ્દામાલ સુરક્ષા દળો દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. મોડીરાત્રે સાડા પાંચ વાગ્યાના સમયગાળામાં BSF ની 108 બટાલિયન પેટ્રોલિંગ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની માછીમારને ઝડપી લેવામાં આવ્યો છે. સિંઘના શાહબંદરનો 35 વર્ષીય ખાલિદ હુસૈન ખરાબ હવામાનનો લાભ લઇને ભારતીય સીમામાં ઘુસ્યો હતો. જેના પર બીએસએફની ટુકડીની નજર પડતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિનકાયદેસર પિસ્ટલ સાથે એકની ધરપકડ, પુછપરછમાં થઇ શકે છે અનેક ચોંકાવનારા ખુલાસા

ખાલિદ પાસેથી બીએસએફ દ્વારા એક મોબાઇલ ફોન, એક બોટ, 20 લિટર ડિઝલ ભરેલો કેરબો, માછલી પકડવાની ઝાળ, 8 બંડલ પ્લાસ્ટિકનાં દોરા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સિવાય તેની સાથે બોટમાં અન્ય કોઇ વ્યક્તિ નહોતો. જેની તપાસ બીએસએફ દ્વારા ચાલુ કરવામાં આવી છે. પાકિસ્તાની વ્યક્તિની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માછીમારો વધારે માછલીની લાલચે ઘણી વખત બોર્ડર પાર કરી લેતા હોય છે. જો કે ભારતીય સેનાની ચોક્કસીના કારણે આ લોકો ઝડપાઇ જતા હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube