ગોંડલ : શહેરનાં ભગવતપરામાં રહેતા મુસ્તકીન હનીફભાઇ ખલીફાએ 23 વર્ષીય એક યુવતીને નોકરીની લાલચ આપીને તેની સાથે સંપર્ક કેળવ્યો હતો. ત્યાર બાદ આ સંપર્ક દરમિયાન બંન્ને વચ્ચે મૈત્રી અને ત્યાર બાદ શારીરિક સંબંધો પણ બંધાયા હતા. આ દરમિયાન કેટલાક બિભત્સ ફોટા તથા વીડિયો મુસ્તકીને પાડી લીધા હતા. ત્યાર બાદ યુવતીને આ ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને તે વારંવાર તેને બોલાવીને દુષ્કર્મ આચરતો રહેતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટની એક કંપનીએ 20 દિવસમાં N-95 માસ્ક બનાવતું મશીન બનાવ્યું, રોજનાં 25 હજાર માસ્ક

જો કે મુસ્તકીન આટલે અટક્યો નહોતો તેણે હવે યુવતીને બ્લેકમેઇલ કરીને દાગીના અને પૈસા પડાવવાનુ શરૂ કર્યું હતું. આખરે કંટાળેલી યુવતીએ પરિવારને જાણ કરતા પરિવારે પોલીસને જાણ કરી હતી. આરોપી મુસ્તકીલ ખલીફાએ અલગ અલગ જગ્યાએ બોલાવીને યુવતી બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત તેની પાસેથી 30 હજાર રૂપિયા રોકડા, 2 સોનાની ચેઇન અને 2 સોનાની બુટ્ટીઓ પડાવી લીધી હતી.


અમદાવાદ: ચાંદખેડામાં 22 શાકભાજી-કરિયાણાના વેપારી પોઝિટિવ, સેંકડો લોકોના સંપર્કમાં આવ્યા હતા

આ અંગે યુવતીની ફરિયાદનાં આધારે ગોંડલ સિટી પોલીસ દ્વારા કલમ 376 હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગણત્રીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તેના મેડિકલ ચેકઅપ માટેની તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube