અમદાવાદ : ચોમાસુ શરૂથતાની સાથે જ મોટા ભાગના શહેરોમાં કોર્પોરેશન દ્વારા જ્યાં કામગીરી કરવામાં આવી હોય ત્યાં ભ્રષ્ટાચારના ભુવા પડતા જ હોય છે. ગુજરાતના કોઇ પણ શહેરમાં હવે ભુવા પડવા એ નવાઇની વાત નથી. ભ્રષ્ટાચારનો ભોરિંગ સમગ્ર તંત્રને એવી રીતે વિંટળાઇ ગયા છે કે, ગુજરાત આ ભ્રષ્ટાચારી તંત્રમાંથી કઇ રીતે મુક્ત થશે તે સૌથી મોટો સવાલ છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં આ ભુવા પડવાના કારણે અનેક અકસ્માતો બનતા હોય છે. અનેક વિસ્તારોમાં ખાડામાં લોકોના પડી જવા જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉચ્ચ અધિકારીઓ સામે કોન્ટ્રાક્ટરોએ કહ્યું, અમે હપ્તાખોરીથી કંટાળ્યા, આ ટકાવારી સિસ્ટમ નાબુદ કરો


જો કે અમદાવાદનાં ફતેહવાડીમાં ભુવો પડવાનો એક ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. જેમાં ફિલ્મ મગધીરામાં દેખાડે છે તે પ્રકારે યુવાન રોડ પર ઉભો હોય છે પરંતુ અચાનક રોડ પર ભુવો પડી જાય છે. જે યુવાન રોડ પર ઉભો હતો ત્યાં અચાનક જ તે પોતાની એક્ટિવા સાથે જમીનમાં ગરકાવ થઇ ગયા હતા. આ સીસીટીવી હાલ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોના કારણે ન માત્ર અમદાવાદ મ્યુનિસિલપ કોર્પોરેશનની પરંતુ ગુજરાત સરકારની પણ ફજેતી થઇ રહી છે. 



NAVSARI માં એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો અને ટ્રેસિંગ કરતા લાંબી લાંબી લાઇનો લાગી


ફતેવાડી વિસ્તારમાં અચાનક ભુવો વિશાળ ભુવો પડ્યો છે. ભુવામાં એક્ટિવા સાથે એક યુવાન ખાબકયો હતો. ફતેવાડી કેનાલ પાસે લબ્બેક પાર્ક નજીક ઘટના બની હતી. 2000 મિમી વ્યાસની મુખ્ય ડ્રેનેજ લાઈનમાં યુવક ખાબક્યો હતો. યુવકને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે સદનસીબે યુવકને કોઈ ઇજા પહોંચી નહોતી. જો યુવક પાણીમાં પડ્યો હોત તો તેને જીવ ગુમાવવોનો વારો આવ્યો હોત. સમગ્ર ઘટનના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવક પસાર થતો હતો ત્યારે એક્ટિવાનો પાછળનો ભાગ એકાએક બેસી ગયો હતો. યુવક કઈ સમજે એ પહેલાં જ એક્ટિવા સાથે 15 ફૂટ કરતા વધુ ઊંડો ભુવો પડ્યો હતો. એકાએક ભુવો પડ્યો, કોઇ ચિહ્નો જણાયા જ નહોતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube