જયંતિ સોલંકી/વડોદરા: શહેરના દંતેશ્વર વિસ્તાર માટે શ્રમજીવીનો બાળક ઉઠાવે જનાર ઈસમને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્રણ દિવસ અગાઉ નવ વર્ષના બાળકને પટાવી ફોસલાવે બાળકને આરોપી રાજસ્થાન લઈ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા! પણ આ મહિનામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી


મૂળ યુપીના અને મકરપુરા જીઆઇડીસી રોડ વિહનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલા નવ વર્ષના પોતાના બાળકને શોધવા માટે દોડધામ કરી રહ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને શહેર પોલીસ તંત્રની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી. બનાવ સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આગળ જતા રોડ પરના સીસીટીવી ફૂટેજની સતત જીણવટ ભરી ચકાસણી કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે બાળક અને અપહરણ કરતા બંને રાજસ્થાન છે. જેથી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી વડોદરા પોલીસે બાળકને એમ કેમ બચાવી વડોદરા લઈ આવી હતી. તેમજ અપહરણકારને ઝડપી પાડયો હતો. 


હવે આ રાજ્યમાં મંત્રીઓ અને સરકારી બાબુઓને સબસિડીવાળી વીજળી નહીં મળે, CMએ લીધો નિર્ણય


પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે શહેરના 200થી વધુ સીસીટીવી તપાસ કરવામાં આવ્યા હતા. સમગ્ર પોલીસ તપાસમાં આરોપી બાળકને લઈને રાજસ્થાન લઈ ગયો હોવાને વિગતો સામે આવી હતી. જેના પગલે ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે રાજસ્થાન પોલીસ તો સંયુક્ત સાથ મેળવી આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી વડોદરા શહેર પોલીસ લેશો આપવામાં આવ્યો હતો.


રાજકોટમાં ઈંગ્લેન્ડના આ 3 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે બની શકે છે ખતરો, શોધવો પડશે તોડ


પોલીસે આરોપીની વધુ તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે અપહરણ કરતા બાળકનો અગાઉ મૃત્યુ થયું હતું. તેના કારણે તે આ બાળકને પોતાની સાથે રાખવા માટે લઈ ગયો હતો. જો કે પોલીસે આરોપીન ઝીણોવટ ભરીભરી પૂછપરછ હાથ ધરી છે.


'અમારી છોકરી જોઈએ...', વિધર્મી યુવક દમણની યુવતીને લલચાવી ભગાડી ગયો, પરિવારજનો રોયા