અમદાવાદ: શહેરમાં દિવાળી પહેલા ઘાટલોડિયામાં સિનિયર સિટીઝન દંપતીની હત્યા થતા જ પોલીસ અને પોલીસની સુરક્ષાના દાવાઓની હવા નિકળી ગઇ હતી. ત્યારે વધારે એક દાવાએ પોલીસને દોડતી કરી હતી. જેનાથી પોલીસ ફરી દોડતી થઈ હતી. ગુરુદ્વારામાં બ્લાસ્ટનો મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ હતી. જો કે આખરે મેસેજ ખોટો નિકળ્યો હતો. જેના કારણે ક્રાઇમબ્રાંચે ટેક્નીકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોની પિકસચર્સ પ્રા. લી.ને એક મેલ મળ્યો હતો કે, it's inform that ki ahmedabad guurdwara me blast hone waala he. Wo bhi rafel airceraft se. AAP YE BAAT sony channel me NP siing ko information send kar dena. Over and out. rafel airceraft ka payment ahmedabad se kiya gaya he. આ પ્રકારનો બૉમ્બ બ્લાસ્ટનો મેસેજ આવતા સોની પિક્ચર્સ દ્વારા અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ ટીમે તપાસ શરૂ કરી હતી. આવો ધમકી ભર્યો મેલ કરનારની ટેક્નિકલ ટીમે તપાસ કરતા જીમેઇલ પરથી મેઈલ કરનારની શોધખોળ હાથ ધરાઈ હતી.


તપાસ કરતા શાહીબાગનો નિલેશ પરમાર નામના વ્યક્તિએ આવો ખોટો મેઇલ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી ક્રાઇમબ્રાન્ચની ટીમે તપાસ કરી તો આરોપી શાહીબાગ ખાતેના ઘરે મળી આવ્યો નહોતો. આખરે વધુ તપાસ કરતા આરોપીને ચાંદખેડામાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. આરોપીએ જીમેઇલમાંથી આ મેઈલ કર્યો હતો. 


જ્યાં આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી વર્ષ 2013માં ટીવી સિરિયલના ડિજિટલ પ્રોજેકટ માટે મુંબઈ ખાતે સોની ટીવીની ઓફિસે ગયો હતો. જો કે ત્યાં તેનું અપમાન થતા તેણે બદલો લેવાનો વિચાર કર્યો હતો. જેના પગલે આ યોજના ઘડી કાઢી હતી. જો કે પોલીસ દ્વારા તત્કાલ તેને ટેક્નીકલ સર્વેલન્સના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube