રાજ્યના CM ને ધમકી આપનાર બટુક મોરારીને પોલીસ પકડવા પહોંચી તો થયો ચમત્કાર, પોલીસ અધિકારીઓ...
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને ધમકી આપી હતી. CM ભુપેન્દ્ર પટેલ પાસે 1 કરોડની ખંડણી મોકલી દેવા નહી તો માત્ર ભુપેન્દ્ર પટેલનું નહી પરંતુ સમગ્ર પાટીદાર સમાજનું રાજન ઉખેડી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી આપનાર કોઇ જેવી તેવી વ્યક્તિ નહી પરંતુ પોતાની જાતને બાપુ ગણાવનાર અને સેંકડો ભક્તો ધરાવનારા વાવના કથાકાર બટુક મોરારી બાપુનો હતો. ખંડણી મોકલાવી આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામનો વ્યક્તિ વીડિયોમાં સ્પષ્ટ રીતે નામજોગ મુખ્યમંત્રીને ધમકી આપતો જોવા મળે છે.
બનાસકાંઠા: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને ધમકી આપી હતી. CM ભુપેન્દ્ર પટેલ પાસે 1 કરોડની ખંડણી મોકલી દેવા નહી તો માત્ર ભુપેન્દ્ર પટેલનું નહી પરંતુ સમગ્ર પાટીદાર સમાજનું રાજન ઉખેડી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી આપનાર કોઇ જેવી તેવી વ્યક્તિ નહી પરંતુ પોતાની જાતને બાપુ ગણાવનાર અને સેંકડો ભક્તો ધરાવનારા વાવના કથાકાર બટુક મોરારી બાપુનો હતો. ખંડણી મોકલાવી આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ નામનો વ્યક્તિ વીડિયોમાં સ્પષ્ટ રીતે નામજોગ મુખ્યમંત્રીને ધમકી આપતો જોવા મળે છે.
National Milk Day : ગુજરાતણ નવલબેને દેશની મહિલાઓને નવી રાધ ચીંધી, પશુપાલનમાં બન્યા રોલ મોડેલ
આ મુદ્દે આખરે લોકલ ક્રાઇમબ્રાંચ દ્વારા 1 કરોડની ખંડણી માંગનારા બટુક મોરારી બાપુની અટકાયત કરવામાં આવી હતી. એલબીસી પોલીસે રાજસ્થાનના રેવદરના દાંતરાઇ ગામ નજીકથી બટુક મોરારી બાપુની ધરપકડ કરી લીધી છે. બનાસકાંઠા એલસીબી દઅને વાવ થરાદ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ બટુક મોરારી બાપુને ઝડપી લેવામાં સફળતા મળી છે. અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રીને ધમકી આપતા વીડિયોમાં આ વ્યક્તિ નશામાં હોવાનું પણ લાગી રહ્યું છે. જેના કારણે પોલીસ દ્વારા તેની મેડિકલ તપાસ અંગેની કાર્યવાહી પણ હાથ ધરી છે. મેડિકલ રિપોર્ટ બાદ જ તેણે નશો કર્યો હતો કે કેમ તે અંગેની માહિતી મળશે. જેથી હાલ તો પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઇ રહી છે. જો કે ચમત્કારની વાતો કરનાર આ બટુક મોરારીને પોલીસે જ્યારે ઝડપ્યો ત્યારે પોલીસનાં ચમત્કારથી ગભરાયેલા બટુક મોરારી થરથર ધ્રુજવા લાગ્યો હતો અને પોતાની ભુલ થઇ ગઇ અને રડવા લાગ્યો હતો.
સસરાએ વહુ સાથે ન કરવા જેવી હરકત કરી, બાથરૂમમાં ઘૂસીને વહુને જબરદસ્તી નવડાવી
વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ એ 11 દિવસની અંદર અને 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી છે. અને જો તેઓ 1 કરોડ નહીં મોકલાવો તો ગુજરાતમાં પટેલોને રાજ નહીં કરવા દેવાની, તેમજ મુખ્યમંત્રીને અકસ્માતમાં માર્યા જશે તેવી ધમક અપાઈ છે. બનાસકાંઠા વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂનો સોશિયલ મીડિયોમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ એકદમ તોછડી ભાષામાં રાજ્યના સીએમને ઉદ્દેશીને ધમકી આપી રહ્યા છે. તેઓએ વીડિયોમાં જણાવ્યું હતું કે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હું વાવના રામકથાકાર બટુક મોરારી બાપૂ બોલી રહ્યો છું, વાવ બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી બાપૂ... તેમને પોતાનો મોબાઈલ પણ આપ્યો છે.
અડધી રાત્રે સળગ્યું કચ્છનું કોટડા જડોદર ગામ, જૂથ અથડામણ બાદ શુક્રવારે શાળાઓ પણ બંધ કરાઈ
સીએમને ધમકી આપતા જણાવ્યું છે કે, 11 દિવસની અંદર 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉ, અને તમે (CM ભૂપેન્દ્ર પટેલ) પણ અકસ્માતમાં માર્યા જશે તેવી ધમકી અપાઈ હતી. તેમને ગાદીએ બેસાડ્યા એટલે 1 કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા 1 કરોડ... એક રૂપિયો ઓછો નહીં, આજે 25 તારીખ થઈ છે, એટલે 5મી તારીખ સુધીમાં.. ગમે તે માણસને મોકલીશ અને મને 1 કરોડ મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોને રહેશે, નહીં તો દરરોદ ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપૂ બોલું છું. મહેશ ભગત....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube