નિલેશ જોશી/વાપી: સાધુ તો ચલતા ભલા...આ કેહવત મુજબ સાધુ હંમેશા સમાજ માં ભ્રમણ કરી સમાજસેવા કરી પુણ્ય કમાતા હોય છે. જોકે વલસાડના વાપીમાં એક સાધુ છેલ્લા 10 વર્ષથી એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતો રહેતો હતો. જોકે આ વ્યક્તિ સાધુના વેશમાં શેતાન છેજી હા વાપી થી ઉત્તરપ્રદેશ ભ્રમણ કરતો આ સાધુ પોતાનું પાપ છુપાવવા છેલ્લા 10 વર્ષથી સમાજ અને પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાગાયતનો સોથ વળ્યો! અન્નદાતા પર આફત બની વરસેલા વરસાદનો આ છે રિપોર્ટ, ખેડૂતોની હાલત..


2014માં વલસાડ જિલ્લા ના વાપી જીઆઇડીસીના સી ટાઈપ વિસ્તારમાં આવેલી એ કંપનીમાં સાથે રહેતા બે કામદારો વચ્ચે બબાલ થઈ હતી. એક રૂમમાં રહેતા બે મિત્રો પ્રતાપ રાજપૂત અને પ્રેમ સીંગ એ ધુળેટીની દિવસભર ધુળેટી ની મોજ મજા કરી અને ત્યારબાદ રાતે ચિક્કા દારૂ પીધો હતો .જો કે આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પરિણામે આવેશમાં આવીને પ્રેમ સીંગ એ કુહાડીના ઘા મારી મિત્ર પ્રતાપ રાજપૂત ની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયો હતો.


60 તાલુકામાં રસાતાળ! 4 દિવસ છે ખતરનાક આગાહી, આખા ગુજરાતમાં આંધી સાથે તૂટી પડશે વરસાદ


આ બનાવ બાદ વલસાડ પોલીસે આરોપી પ્રેમસિંગ ને શોધવા તેના મૂળ વતન યુપીમાં પણ તપાસ કરી હતી પરંતુ લાંબા સમય સુધી આરોપી પ્રેમ સીંગ પોલીસના હાથે લાગ્યો ન હતો .આખરે વલસાડ એસ .ઓ જી પોલીસ ની ટીમ ની અથાગ મહેનત બાદ આરોપી પ્રેમસિંગ ને આગરા નજીકથી ઝડપી પાડ્યો છે .જ્યારે પોલીસના હાથે લાગ્યો ત્યારે આરોપી સાધુ વેશ માં હતો. વલસાડ એસ.ઓ .જી પોલીસે પ્રેમસિંગ ને ઝડપી સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


અંબાલાલની આ આગાહી તો હળવાશમાં લેતા જ નહીં! આગામી 24 કલાક આ વિસ્તારોને નીકળશે ભૂક્કા!


તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ ઈસમ કોઈ સાધુ નથી .પરંતુ વાપી માં 2014માં પોતાના મિત્ર પ્રતાપ ની હત્યા કરી આરોપી પ્રેમસિંગ ફરાર થઇ ગયો હતો .પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપી છેલ્લા 10 વર્ષ થી સેનદા બાબા બનીને રહેતો હતો. પ્રેમસિંગે મિત્ર પ્રતાપની હત્યા કર્યા બાદ દસ વર્ષ સુધી તે વિવિધ વિસ્તારોમાં ફરતો રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી તે ઉત્તર પ્રદેશના આગરા નજીક યમુના નદીના કિનારે આવેલા એક સ્મશાનમાં સાધુનો વેશ પલટો કરીને રહેતો હતો. જોકે તાજેતર માં યોજાયેલ લોકસભા ની ચૂંટણી માં વોટિંગ કરવા પોતાના ઘરે આવ્યો હતો અને તે બાતમી પોલીસ મળતા જ વલસાડ પોલીસે આરોપી ઠગ બાબા ને ઝડપી પોલીસ પાંજરે પૂરી દીધો છે.


રેતીનું વાવાઝોડું અને કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોની વધી ગઈ ચિંતા! હવે છે આ ખતરો


વાપી માં હત્યા બાદ આ હત્યારા મિત્ર એવા પ્રેમસિંગે સાધુ વેષ ધારણ કરી આશ્રમો અને સ્મશાન ભૂમિમાં આશ્રય લઈ રહ્યો હતો .જોકે કેસને વર્ષો વીત્યા બાદ ફાઈલ પર ધૂળ ચડી ગઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લા પોલીસવાળા ડો. કરણરાજ વાઘેલા ની આગેવાની હેઠળમાં વલસાડ જિલ્લામાં પોલીસ ફરાર અને વોન્ટેડ આરોપીઓ ને ઝડપવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવેલી હતી. આરોપી પર રૂપિયા 10 હાજર નું ઇનામ પણ રાખવામાં આવેલ હતું .આમ 10 રૂપિયા નો ઈનામી આરોપી ને આગ્રા થી ઝડપવા માં સફળ થયેલ એસ.ઓ .જી પી આઈ અર્જુન રોઝ ની ટીમ ને રાજ્ય ના ડી .જી .પી દ્વારા પ્રસસ્તી પત્ર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે. 


શું તમને મળશે આયુષ્માન યોજનાનો લાભ? તમે લાયક છો કે કેમ એ એક જ મિનિટમાં જાણી લો


આમ વાપી માં હત્યા જેવા ગુન્હા ને અંજામ આપનાર આરોપી બાબા નો વેષ ધારણ કરી 10 વર્ષ થી પોલીસ ના આંખો માં ધૂળ નાખવામાં સફળ થયો હતો .જોકે કહેવાય છે કાનૂન કે હાથ લંબે બહુત લંબે હે...આ કથન વલસાડ પોલીસ માટે સાચું થયું છે. સતત 10 વર્ષથી પોલીસને હાથતાળી આપતો આરોપી પ્રેમસિંગ અંતે કાનૂનના ચંગુલ માં ફસાયો છે .આખરે 10 વર્ષે સુધી બાબાનો વેશ ધારણ કરનાર પ્રેમસિંગ નાતે ના લાંબા સમય બાદ પોલીસના હાથે ઝડપાઈ જતા વલસાડ પોલીસ મૃતકને ન્યાય આપવામાં સફળ થઇ છે અને હવે આ પાંખડી બાબાને લાંબો સમય જેલની હવા ખાવાનો વારો આવશે.