ગામમાં ગંદકીનો દંડ ઉઘરાવતી મનપાની પોતાની હોસ્પિટલમાં જ છે આખા શહેરના મચ્છરોનું એપી સેન્ટર!
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતમાં રોજના ઠંડી તાવના 200 થી વધુ કેસો નોંધાવી રહ્યા છે. સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં આખા શહેરને મચ્છરોના ત્રાસ માટે દંડની વસૂલી કરતી મનપાની સ્મીમેર હોસ્પિટલમાં જ મચ્છરજન્ય બ્રિડિંગ જોવા મળી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં ઠેર ઠેર ખાબોચિયા ભરાયા છે. એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં કરવા ઝુંબેશ ચલાવી રહી છે. પરંતુ હોસ્પિટલના કેમ્પસમાં ઠેર ઠેર મચ્છરજન્ય બ્રિડિંગના ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે.
આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, 3 વરસાદી સિસ્ટમ સક્રિય
ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતમાં રોજના ઠંડી તાવના 200 થી વધુ કેસો નોંધાવી રહ્યા છે. સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. રોગચાળાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેર ભરમાં મચ્છરજન્ય બ્રીડિંગ શોધી કાઢવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મચ્છરજન્ય બિડિંગ મળી આવતા હોય ત્યાં નોટિસ આપવાની સાથે મનપા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આખા ગામને પાસે દંડની વસૂલી કરતી મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં મચ્છરજન્ય બ્રિડિંગ જોવા મળી રહ્યા છે.સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં ઠેર ઠેર મચ્છરોના બ્રીડિંગ થી ખાબોચિયા ભરાયા છે.
ગુજરાતમા પાટીલનુ સપનુ તોડવાની ગોહિલની તૈયારી, ભાજપનો ચક્રવ્યૂહ તોડવા બનાવ્યો આ પ્લાન
સ્મીમેર હોસ્પિટલમા રોજના હજારો દર્દી સારવાર લેવા માટે આવતા હોય છે. હોસ્પિટલના અલગ અલગ વિભાગના વોર્ડમાં દર્દી હાલ દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે. પરંતુ વોર્ડની બહારના કેમ્સમાં ઠેર ઠેર મચ્છરોના બ્રીડિંગથી ખાબોચિયા ભરાયા છે. આ ખાબોચિયા માંથી મચ્છરો સીધા વોર્ડમાં પ્રવેશી શકે છે અને સાજા થવા આવેલા દર્દીઓ ફરી બીમાર પડી શકે છે.
ગુજરાત HC એ રાહુલ ગાંધીને ન આપી રાહત, હવે આગળ શું, છેલ્લો રસ્તો કયો?
બીજી બાજુ રોગચાળો અટકાવવા મનપા દ્વારા શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ વગેરેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે, ત્યારે સ્મીમેર હોસ્પિટલ જ મચ્છરોનો બ્રિડીંગનો ઉત્પત્તિસ્થાન બન્યું છે. સ્મીમેર હોસ્પિટલ સામે કોઈ પગલાં ભરવામાં આવશે ખરા...?...શું સરકારી હોસ્પિટલોને નોટિસ આપતા કે દંડ ફટકારતા સુરત મનપાનાં હાથ ધ્રૂજે છે? પછી આખા શહેરને મચ્છરોના ત્રાસ માટે દંડ આપીને નોટિસ ફટકારતું આરોગ્ય વિભાગ સ્મીમેર સામે વામણું સાબિત થશે કે શું..?
જાણો કેવી રીતે છત્રીમાં ક્રિએટિવીટી કરીને આ વ્યક્તિ બની ગયો કરોડપતિ