ઉમેશ પટેલ/વલસાડ: જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં એક સાસુએ પોતાના સગા જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. નરાધમે પોતાની સગીર સાળી પર અવારનવાર દુષ્કર્મ આચારવાની સાસરીયા પક્ષને જાણ થતા સાસુએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. આથી પોલીસે નરાધમ જમાઈની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંપરા: મોતનો જશ્ન અને જન્મ પર માતમ બનાવે છે આ જાતિના લોકો, ડ્રમ ભરીને પીવે છે દારૂ


વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં નીચી નજર કરીને ઉભેલો આ વ્યક્તિનો ચહેરો જોઈ ને આપ ને તે સીધો અને ભોળો જ લાગતો હશે. પરંતુ ભોળા ચહેરા પાછળ છુપાયેલા નરાધમ ચહેરા વિશે જાણીને આપ પણ ચોકી જશો .કારણ કે આ વ્યક્તિએ પોતાની જ સગીર સાળી ને હવસ નો શિકાર બનાવી તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. મૂળ અંકલેશ્વરની એક સગીરા પારડીના એક ગામમાં રહેતી તેની મોટી બહેનના ઘરે અભ્યાસ કરવા આવી હતી. બહેનના ઘરે રહી અને અભ્યાસ કરતી આ સગીરા પર તેના જ સગા બનાવીએ દાનત બગાડી. અને તેને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી હતી. 


લો બોલો...પતિના લફરાના કારણે લગ્નજીવન બચી ગયું, જાણો મહિલાએ કેમ આભાર માન્યો


આ નરાધમે માત્ર એક જ વખત નહિ પરંતુ છ છ મહિના 4 તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ પત્ની એટલે પીડિતાની મોટી બહેનને થઈ ગઈ હતી. આથી પરિવારમાં ઝઘડો થયો હતો ત્યારબાદ પીડિત સગીરાને તેની બહેને અંકલેશ્વર મોકલી આપી હતી. જોકે તેમ છતાં હવસખોર જીજાએ સગીરાનો પીછો ન છોડતા સગી સાસુએ જ તેના વિરુદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કરાવી હતી. પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતા થી લઇ આરોપી જીજા ની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો. 


કર્મચારીઓના કૌભાંડને કારણે બંધ થઈ ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક, ખાતેદારો સલવાયા


પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે હવસખોર જીજાએ સગીર સાળીને ભોળવી અને છ મહિના સુધી તેની હવસ સંતોષતો હતો. જેની જાણ પરિવારમાં થયા બાદ પણ તેને નરાધમ હરકતો ચાલુ રાખી હતી. સાસરીયા પક્ષ દ્વારા સમજાવ્યા બાદ પણ તે સગીર શાળી નો પીછો નહીં છોડતા સાસરિયા ઓ એ તેને બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હવસમાં અંધ બનેલા આ જીજાએ સાસરિયાઓને પણ ધમકી આપી હતી. સગીરાને અવારનવાર પરેશાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આથી સાસુએ જ જમાઈને સબક શીખવવા પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે હવે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


14મી કે 15મી જાન્યુઆરી...ક્યારે ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ ? જાણો શુભ સમય અને મહત્વ


સભ્ય સમાજને શરમમાં મૂકે તેવી આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી હવામાં અંધ બનેલા વ્યક્તિઓ સંબંધોની ગરિમા પણ નથી જાળવતા મર્યાદા ઓળંગીને તેઓ સમાજમાં કલંકિત માનવામાં આવે તેવા કૃત્ય કરે છે. આ કિસ્સા માં પણ સબંધોને બદનામ કરે તેવા કૃત્ય કરતા આ હવસખોર જીજાને સભ્યતાનો પાઠ શીખવવામાં આવે તે જરૂરી છે.