નિલેશ જોશી/વાપી: લવાછા વિસ્તારમાં એક પતિએ પોતાની જ પત્નીની ગળું દબાવી હત્યાના મામલે ડુંગરા પોલીસે આરોપી પતિ ની ધરપકડ કરી છે. સમાજના વિરુદ્ધ જઈ અને સમાજથી લડીને લવ મેરેજ કરનાર આ દંપતી વચ્ચે એવું તો શું બન્યું હતું કે એક પતિ એ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી?? આવેશમાં આવીને એક પતિએ પત્નીની ગળું દબાવી શા માટે હત્યા કરી??


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ મેરેજ કરનાર આ દંપતી વચ્ચે એવું તો શું બન્યું?
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા લવાછા વિસ્તારની એક ચાલીમાં તુલસી બિંદ તેના બે બાળકો અને પત્ની સાથે રહેતો હતો. એક કંપનીમાં નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 7 વર્ષ પહેલા તુલસી બિંદ અને નીતા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો તો, બંનેએ પરિવારોની સંમતિ વિના ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ સુરત મુંબઈ સહિત અન્ય વિસ્તારોમાં છૂટક કામ કરી અને ગુજરાત ચલાવતા હતા. આખરે વાપીના લવાછામાં છેલ્લા કેટલાક સમયથી તે આવ્યા હતા. તુલસી એક કંપનીમાં કામ કરતો હતો. જોકે માથાભારે પત્ની અવાર નવાર નજીવી બાબતે પણ પતિ સાથે ઝગડો કરતી હતી. 


હત્યાનું ચોંકાવનારૂ કારણ બહાર આવ્યું!
આથી પ્રેમ લગ્ન કર્યા બાદ પણ બંને વચ્ચે બબાલ થતી હતી. આ ઘટના શા માટે બની તે પણ ખુબ ચોંકાવનારૂ કારણ બહાર આવ્યું છે. થોડા દિવસ અગાઉ તુલસીએ ઓનલાઇન flipkart શોપિંગ એપ પર માત્ર 90 રૂપિયાની બાળકો માટેની બે ઘડીયાળો જોઈ આથી તેણે ₹90માં બાળકો માટે ઘડિયાળનો ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડરનું પાર્સલ ઘરે આવ્યા બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. માથાભારે પત્નીએ આ મામલે પતિ સાથે 3 દિવસ સુધી ઝગડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી. જેથી કંટાળેલા પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી નાખી હતી. 


ઘડિયાળની ખરીદીમાં કરૂણ અંજામ
પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે પતિએ flipkart નામની શોપિંગ એપ પર ઓનલાઇન ઘડિયાળની ખરીદી કરી હતી અને આ પાર્સલ ઘરે આવતાજ પત્નીએ મને પૂછયા વગર કેમ ખરીરી કરી કહીને પતિ સાથે ઝઘડો કર્યો હતો. અને આ જગડાનો કરુણ અંજામ આવ્યો. બંને વચ્ચે થયેલી બબાલ હત્યા સુધી પહોંચી હતી. પત્નીની હત્યા બાદ આરોપી પતિએ મૃતદેહ ને ઘરમાં જ રાખી અને બારણું બંધ કરી બંને બાળકોને બગીચામાં લઈ ગયો હતો. ત્યારબાદ બંને બાળકોને ખવડાવી જાતે જ બાળકો ને સાથે લઈ ને જ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. અને પોલીસ સમક્ષ ગુનો કબુલ કર્યો હતો. જેથી ડુંગરા પોલીસે આરોપી પતિ તુલસી ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરી છે


7 વર્ષ પહેલા પરિવારથી વિરુદ્ધ જઈ દુનિયાથી લડીને પ્રેમ લગ્ન કર્યા, પણ...
તુલસી અને નીતાએ 7 વર્ષ પહેલા પરિવારથી વિરુદ્ધ જઈ દુનિયાથી લડીને પ્રેમ લગ્ન કર્યા હતા .સાત વર્ષના લગ્ન જીવનમાં બે બાળકો થયા હતા. બંનેએ પોતાના પરિવારોની સંમતિ ન હોવા છતાં વિરોધમાં જઈ અને પ્રેમ લગ્ન કર્યા હતા. આથી પરિવારોએ પણ તેમની સાથે છેડો ફાડી નાખ્યો હતો. સમય ની સાથે સાથે બંને પતિ પત્ની વચ્ચે નાની અમથી બાબતો ને લઇ ને વિવાદો વધતા જતા લગ્ન જીવનમાં ખારાશ વધી ગઈ હતી.


બનાવના દિવસે માત્ર 90 રૂપિયાની ઘડિયાળની ખરીદી બાબતે વિવાદ એટલો વધી ગયો કે 7 વર્ષનો પ્રેમ અને બાળકોનું ભવિષ્ય પણ વિસરાઈ ગયું. નાનકડા ગુસ્સામાં આ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. હવે આ બબાલમાં પત્ની નીતાનું મોત થયું છે. જ્યારે પતિ હવે પત્નીના હત્યાના ગુનામાં જેલ હવાલે થઈ રહ્યો છે. આથી બે માસુમ બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.