પતિને તંત્રમંત્રથી સાજો કરવાનું કહી અખ્તર બાબાએ માતા-પુત્રી પર દુષ્કર્મ આચર્યું, કોર્ટે ફટકારી કડક સજા
કિશોરીઓ કે મહિલાઓ પર થયેલા બળાત્કારની ઘટનાઓમાં કોર્ટ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2017માં તાંત્રિકે માતા-પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે આરોપી તાંત્રિકને આજીવન કેદની સજા ફટકારાઈ છે. સાથે જ પીડિત પરિવારને 4 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. મહિલા તેના પતિની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તાંત્રિક પાસે ગઈ હતી. એ દરમિયાન તાંત્રિક માતા અને પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
સુરત : કિશોરીઓ કે મહિલાઓ પર થયેલા બળાત્કારની ઘટનાઓમાં કોર્ટ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2017માં તાંત્રિકે માતા-પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે આરોપી તાંત્રિકને આજીવન કેદની સજા ફટકારાઈ છે. સાથે જ પીડિત પરિવારને 4 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. મહિલા તેના પતિની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તાંત્રિક પાસે ગઈ હતી. એ દરમિયાન તાંત્રિક માતા અને પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
GUJARAT CORONA UPDATE: નવા 14 કેસ, 17 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
ઘટના અંગે સરકારી વકીલે જણાવ્યું કે, સુરતના બડેખાં ચકલા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ખ્વાજા દાના દરગાહ ખાતે આરોપી કમાલ બાબા અખ્તર શેખ તાંત્રિક હોવાનું કહીને લોકોને શારીરિક-માનસિક તકલીફો દૂર કરવા તાંત્રિક વિધિ કરતો હતો. ભોગ બનનાર મહિલાના પતિની માનસિક સ્થિતિ સારી ન હતી. તેને ખેંચ આવતી હોવાની તકલીફ હતી. સારવાર બાદ પણ તેને સારું ન થતાં મહિલાએ તાંત્રિક કમાલ બાબાનો ખ્વાજા દાનાની પ્રસિદ્ધ દરગાહ પર જઈ સંપર્ક કર્યો હતો. મહિલા વારંવાર તાંત્રિક કમાલ બાબાને મળવા બડે ખાં ચકલા ખાતે આવેલી ખ્વાજા દાના દરગાહ પર જતી હતી.
પોરબંદરના જે સ્ટેડિયમે અનેક ક્રિકેટર આપ્યા તે સ્ટેડિયમ તમને થશે આના કરતા તો ગુલ્લી ક્રિકેટ સારી
આરોપીએ ભોગ બનનાર મહિલાને વિશ્વાસમાં લઇને તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવીને તેની 14 વર્ષની દીકરીને પણ તેણે બોલાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તાંત્રિકનું કામ કરતો કમાલ બાબાએ માતા અને પુત્રી ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાબતે કોર્ટે રજૂ થયેલા તમામ પુરાવા ગ્રાહ્ય રાખ્યા છે. જજે કલમ 376, 504, 506 (2), પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ દોષિત જાહેર કર્યો છે. આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત પીડિત પરિવારને ચાર લાખ વળતર આપવાનો પણ હુકમ કર્યો છે. મહત્વનું છે આજે સવારે ગ્રીષ્માના ઘરે ગયેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી પણ આપી હતી અને જણાવ્યું હતું કે મહિલાઓ પર અત્યાચાર ગુજારનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube