અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં એક નવું ફૂડકોર્ટ અને એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ફૂડકોર્ટનું નિર્માણ કરવામાં આવશે. તો એસજી હાઈવે પર વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રહલાદનગર વિસ્તારમાં બનશે ફૂડકોર્ડ
અમદાવાદ મહાનગર પાલિકાએ આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેડ વોર્ડમાં પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તાથી એસજી હાઈવે તરફ જતા ઓનેસ્ટ રેસ્ટોરન્ટની પાસે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં અંદાજિત 6.46 કરોડ રૂપિયાના ખર્ચે ફુડ પ્લાઝા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં અંદાજિત 28 ફૂડ સ્ટોલ હશે. 


કઈ-કઈ હશે સુવિધા
- અંદાજિત 28 ફૂડ સ્ટોલ
- ડાઈનિંગ એરિયા
- ટોયલેટ બ્લોક
- વેસ્ટ ફુડ કોમપોસ્ટર મશીન
- ડ્રાયગારબેજ બીન
- વેટ ગારબેજ બીન
- પાર્કિંગ (ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર)


આ પણ વાંચોઃ રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય


એસજી હાઈવે પર બનશે હોસ્ટેલ
શહેરના એસ.જી. હાઇવે પાસે આવેલા પ્લોટમાં રુપિયા 8.83 કરોડના ખર્ચથી વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવામાં આવશે. ટ્વિન શેરિંગ રુમ ઉપરાંત બે ફલોર ઉપર લોન્જ એરિયા સહિતની સુવિધા હશે. ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત બે ફ્લોર તૈયાર કરવામાં આવશે. વાય.એમ.સી.એ કલબની બાજુમાં એસ.જી. હાઇવે પાસે આવેલી ટી.પી. સ્કીમ નંબર-25ના ફાઇનલ પ્લોટ નંબર-109 તથા ટી. પી. સ્કીમ નંબર-26ના ફાઇનલ પ્લોટ નંબર-6 પૈકીના 1813.95 ચોરસ મીટર એરિયાના પ્લોટમાં 46 એ.સી. ટ્વિન શેરિંગ રુમ, લિફ્ટ, પાર્કિંગ સહિતની અન્ય સુવિધા સાથે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવાશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે ફ્લોર તૈયાર કરવામાં આવશે. 


જેમાં લોન્જ એરિયા ઉપરાંત વેઇટિંગ રુમ, કિચન એરિયા, ડાઇનિંગ એરિયા તેમજ રિક્રિએશન રુમની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. પહેલા અને બીજા માળે 23-23 ટ્વિન શેરિંગ રુમની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. કોન્ટ્રાકટર શ્રીજી કન્સ્ટ્રકશન પાસે કામગીરી કરાવવા રોડ કમિટીમાં આવેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.