ઝી બ્યુરો/અંબાજી: શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજથી શ્રમદાન એટલે કે કાર સેવા માટે નવી પ્રણાલિકાનો પ્રારંભ કર્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભોજનાલય, પગરખાં કેન્દ્ર છાસ વિતરણ, ધજા વિતરણ, જેવી કોઈ પણ જાતના ચાર્જ વગર નિઃશુલ્ક સેવા યાત્રિકોને પુરી પાડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉ. ગુજરાતમાં મેઘાની એન્ટ્રી! બનાસકાંઠા કાળા ડિબાંગ વાદળોથી ગાજ્યું, અંબાજીમાં ધોધમાર


લાભાર્થીઓનો ઘસારો પણ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે તે જોતા કેટલાક યાત્રિકો અંબાજી મંદિરમાં નિઃશુલ્ક શ્રમદાન આપવાની રજુઆત કરાઈ હતી. જેને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આવતા વિવિધ પગપાળા સંઘોને પોતાની નિઃશુલ્ક કામગીરી માટે શ્રમદાન કરવા આહવાન કર્યું હતું. તેને લઇ આજે જેઠ સુદ પૂનમના 50 થી 60 જેટલા મહિલાને પુરુષો શ્રમદાન કરવા અંબાજી મંદિરએ પહોંચ્યા હતા. જ્યાં બ્રાહ્મણો દ્વારા કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. 


ગુજરાતના આ જિલ્લામા ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેસ્ક્યૂ માટે NDRFની ટીમો સ્ટેન્ડ બાય!


વહીવટદાર તેમજ મંદિરના સ્ટાફ દ્વારા તેમને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરાયું હતું. આ શ્રમદાન કરવા આવેલા શ્રદ્ધાળુઓને કામગીરીની વિવિધ જગ્યાઓ બતાવવામાં આવી હતી. જેમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક ભોજનાલયમાં શ્રમદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં લાભાર્થીઓને ભોજન પીરસ્યું હતું, તો કેટલાક શ્રદ્ધાળુ મફત છાસ કેન્દ્રો ઉપર શ્રમદાન કરી રહ્યા છે. 


ગુજરાતના આ શહેરમાં ફેલાયો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ


જોકે હાલ તબક્કે મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમ અને આઠમે આ સેવા લેશે. જેમ જેમ શ્રમદાતાઓની સંખ્યા વધશે એ રીતે બાકીના દિવસોમાં પણ ગોઠવણી કરવામાં આવશે જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સંઘોને પત્ર વ્યવહાર પણ કરવામાં આવી રહ્યો છે.