અમદાવાદ: શહેરમાં જે દિવસે ટ્રમ્પનું આગમન થયું હતું તે જ દિવસે ફરજ પર રહેલા કોન્સ્ટેબલની હત્યા થઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. ક્રાઇમબ્રાંચ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તમામ પાસાઓની તપાસ કરવામાં આવી હતી. જો કે પ્રાથમિક તપાસમાં આ કોન્સ્ટેબલની હત્યા અંગત અદાવતમાં થઇ હોવાનું બહાર આવ્યું હતું. અસારવામાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાને કારણે ભારે ચકચાર મચી ગઇ હતી. હવે આ મુદ્દે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપાસમાં કૌભાંડ ! સાબરકાંઠામાં મહારાષ્ટ્રથી સસ્તું કપાસ લાવી મોંઘા ભાવે સરકારને ચિપકાવાય છે?


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના અસારવામાં બે દિવસ પહેલા એક પોલીસ કોન્સ્ટેબલની ચાર જેટલા શખ્સોએ જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. જેમાં પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી છે. જો કે આ આરોપી કોણ છે અને તેણે શા માટે પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી તે કારણ પણ ઘણુ જ ચોંકાવનારૂ છે. કોન્સ્ટેબલ આરોપીની કમરમાં છરી જોઇ જતા તેણે પુછપરછ કરી હતી. જેથી ઉશ્કેરાઇ ગયેલા આરોપીએ જવાબ આપવાને બદલે પોલીસ કોન્સ્ટેબલ સીધો હુમલો જ કરી દીધો હતો. 


મહાકૌભાંડ: ખેડૂતો સહાયની રાહ જોતા રહ્યા અને પૈસાનું ચુકવણું વચેટીયાઓને થઇ ગયું


મહિલા પોલીસ મથક માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ફરજ પતાવીને પોતાના મિત્ર સાથે એક લારી પર જમવા બેઠા હતા. ત્યારે આરોપી જીગર પટણી ઉર્ફ પકો તેના મિત્રો સાથે ત્યાં આવ્યો હતો.તેની કમરમાં છરી જોઇ જતા કોન્સ્ટેબલે પુછપરછ કરી હતી. કેમ હથિયાર લઈને ફરે છે તેવું પુછતા બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાબતે બંને વચ્ચે ઝગડો થતા આરોપીએ તેના હાથમાં રહેલી છરી  કોન્સ્ટેબલના પગમાં મારી દીધી. અને તેની સાથે રહેલા તેના ત્રણ મિત્રો પણ કોન્સ્ટેબલ પણ છરીના ઘા મારવા લાગ્યા હતા. ઉપરાંત કોન્સ્ટેબલ સાથે રહેલા તેનાં મિત્ર પર પણ હુમલો કર્યો હતો. પગના ભાગે ગંભીર રીતે છરી વાગતા બંનેને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન કોન્સ્ટેબલનું વધારે લોહી વહી જવાના કારણે મોત નીપજ્યું હતું. પોલીસે પત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે આરોપી ને ઝડપી પાડ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube