હિમાંશુ ભટ્ટ/ મોરબી: ગુજરાતીમાં આપણે ત્યાં 'મા તે મા, બીજા બધા વગડાના વા' જેવી કહેવતો સાંભળવા મળે છે, તો બીજી તરફ હમણાંથી જનેતા (Mother)જ નિષ્ઠુર બનીને પોતાના ફૂલ જેવડા માસૂમ બાળકોને ત્યજી રહ્યા છે. મોરબીના મેધપર ગામ નજીકથી બાવળના કાંટામાંથી નવજાત બાળકી મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આજે મોરબી જિલ્લાના માળીયા તાલુકાના મેઘપર ગામ નજીક એક સ્થાનક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની નજર બાવળના કાંટામાં પડેલી એક એક નવજાત બાળક પડી હતી. નવજાત બાળકી ઝાડીઓમાં પડી હોવાના કારણે રોતી હતી. ત્યારે તેણે સૌ પ્રથમ તો બાળકી પાસે જઈને તેમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.


આ ઘટનાની જાણકારી તાત્કાલિક ગ્રામના સરપંચને કરવામાં આવી હતી, જેના કારણે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સરપંચ આવ્યા બાદ સમગ્ર ઘટનાની જાણકારી માળીયા પોલીસને કરવામાં આવતી હતા. જેના કારણે તાબડતોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 


સૌ પ્રથમ તો નવજાત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બાળકી સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube