સંદીપ વસાવા/ઉમરા: જેને જન્મતા વેંત જ તેની માતાએ ફેંકી દીધું તે બાળકી ભલે બોલી ના શકે પણ તેનો આત્મા કહેતો હશે એ મા મારો શું વાંક....? મને શા માટે કચરામાં ફેંકી દીધી. મહુવા તાલુકાના ઉંમરા ગામે એક હૃદય હચમચાવી નાંખે તેવી એક ઘટના સામે આવી છે. મહુવા તાલુકાના ઉંમરા ગામે એક નવજાત શિશુને કૂતરાએ ફાડી ખાધું છે. જી હા...કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને ઝાડી ઝાંખરામાં ત્યજી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી; સોમવાર સુધી કેવું રહેશે ગુજરાતનું હવામાન


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહુવા તાલુકાના ઉમરા ગામે પટેલ ફળીયા પાસે આજે વહેલી સવારના સમયે કૂતરાનું ઝુંડ કઇંક ચુંથી રહ્યું હોય એવું દૂધ ભરવા માટે જઇ રહેલા એક સ્થાનિકને દેખાયું હતું. ઘટના સ્થળેથી તીવ્ર દુર્ગંધ પણ આવી રહી હતી. સ્થાનિકે તરત ઘટનાની જાણ ગામના સરપંચને કરતા સરપંચ સ્થાનિકો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. 


ગુજરાતના સ્કૂલના બાળકોની બસને રાજસ્થાનમાં અકસ્માત, 2નાં મોત, ડઝન બાળકો ઈજાગ્રસ્ત


ઘટના સ્થળે તપાસ કરતા કૂતરાનું ઝુંડ એક નવજાત બાળકીને ચુથી રહ્યું હતું. કૂતરાના ઝુંડ બાળકીના હાથ પગ ફાડી ખાધા હતા. જોકે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને નવજાત શિશુ નો કબજો લઈ નવજાત બાળકીને પીએમ અર્થે ખસેડી હતી. પ્રાથમિક તપાસમાં કોઈક મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાતને ફેંકી દીધી હોવાનું અનુમાન કર્યું હતું. 


700થી વધુ વર્ષોથી ચાલતી પાવનકારી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ; જાણો શું છે ઇતિહાસ?