પ્લેનમાં એક પેસેન્જરે સુંદર એરહોસ્ટેસને જોઇ કહ્યું મારી પાસે ખુબ જ પૈસા છે, ધુળેટી રમીએ તેમ કહીને...
કેરળના કોચ્ચીથી આવતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં દારૂ પીને હોબાળો મચાવનાર અને દારૂ પીને હેરાન કરનાર પેસેન્જરની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. એરપોર્ટ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે. મુળ મુંબઇના વતની અને હાલ અમદાવાદમાં રહેતી 31 વર્ષની યુવતી ઇન્ડિગો એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે ફરજ બજાવે છે. યુવતીએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, કોચીથી આવતી ફ્લાઇટમાં તે ડ્યુટી પર હતી. ત્યારે અભિરાજ માધવન નામના વ્યક્તિએ ગેરવર્તણુંક શરૂ કરી હતી.
અમદાવાદ : કેરળના કોચ્ચીથી આવતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં દારૂ પીને હોબાળો મચાવનાર અને દારૂ પીને હેરાન કરનાર પેસેન્જરની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. એરપોર્ટ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કર્યો છે. મુળ મુંબઇના વતની અને હાલ અમદાવાદમાં રહેતી 31 વર્ષની યુવતી ઇન્ડિગો એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે ફરજ બજાવે છે. યુવતીએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, કોચીથી આવતી ફ્લાઇટમાં તે ડ્યુટી પર હતી. ત્યારે અભિરાજ માધવન નામના વ્યક્તિએ ગેરવર્તણુંક શરૂ કરી હતી.
હોલિકાના પ્રેમીની ગુજરાતના આ ગામમાંથી નિકળે છે સ્મશાનયાત્રા? વર્ષોથી ચાલે છે અનોખી પરંપરા
અભિરાજે એર હોસ્ટેસ પાસે બુમો પાડીને કોફી મંગાવવા લાગ્યો હતો. જેવી એરહોસ્ટેસ તેની પાસે પહોંચી કે તેવું તેણે બિભત્સ વર્તન કરવાનું શરૂ કર્યું હતું. બાજુમાં બેઠેલા પેસેન્જર પર ઢળી પડ્યો હતો. અન્ય પેસેન્જર્સે બચાવ કરતા તેની સાથે પણ ગેરવર્તણુંક ચાલુ કરી હતી. એરહોસ્ટેસે તેનું નામ જાણવાનો પ્રયાસ કરતા તેણે કહ્યું કે પેન અને કાગળ લઇ આવ તને મારૂ નામ જણાવું. સમગ્ર ફ્લાઇટમાં ભયનો માહોલ સર્જાયો હતો.
AHMEDABAD: કોર્પોરેશનને ખાંડા ખખડાવ્યા પણ યુવાનો ભવ્ય રીતે ઉજવી ધૂળેટી, તમામ નિયમના ધજાગરા
ફરિયાદમાં જણાવ્યા અનુસાર પેસેન્જરે ઉદ્ધતાઇ કરતા એર હોસ્ટેસને કહ્યું કે, ચાલ મારી સાથે કહીને છેડતી પણ કરી હતી. એરહોસ્ટેસે પ્રતિકાર કરતા પોતાની પાસે ખુબ જ પૈસા છે તેવું જણાવીને 500,100 અને 10-10 ની નોટો ઉછાળવા લાગ્યો હતો. પ્લેન અમદાવાદમાં લેન્ડ થતાની સાથે જ એર હોસ્ટેસે સિક્યોરિટી ગાર્ડને જાણ કરીને તેને ઝડપી લીધો હતો. એરપોર્ટ પોલીસે આરોપી પેસેન્જરને ઝડપી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube