ભારતમાં એવી જગ્યા જ્યાં માણસ અને મગર રહે છે એક સાથે
વિશ્વમાં બહુ ઓછી જગ્યા હશે જ્યાં માણસ અને મગર એક સાથે અમે હળી મળીને રહે છે. પરંતુ ગુજરાતમાં એક જગ્યા એવી છે, જ્યાં અદભૂત નજારો જોવા મળે છે. આણંદ જિલ્લામાં આવેલા એક ગામમાં વર્ષોથી મગર અને લોકો એક સાથે રહે છે. આ સ્થળ પર ના તો મગરથી માણસો હેરાન થાય છે. અને ના તો માણસોથી મગરો, વિદ્યાનગર ખાતે આવેલા નેચરલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 6 વર્ષથી મગરની ગણતરી કરવામાં આવી રહી છે. અને હજી પણ મગરોની ગણતરી ચાલી રહી છે. સામાન્ય રીતે મગરના હુમલાની અને માણસો દ્વારા મગરને મારવાની અનેક ઘટનાઓ સામે આવતી હતી.
લાલજી પાનસુરિયા/નિર્મલ ત્રિવેદી, આણંદ: વિશ્વમાં બહુ ઓછી જગ્યા હશે જ્યાં માણસ અને મગર એક સાથે અમે હળી મળીને રહે છે. પરંતુ ગુજરાતમાં એક જગ્યા એવી છે, જ્યાં અદભૂત નજારો જોવા મળે છે. આણંદ જિલ્લામાં આવેલા એક ગામમાં વર્ષોથી મગર અને લોકો એક સાથે રહે છે. આ સ્થળ પર ના તો મગરથી માણસો હેરાન થાય છે. અને ના તો માણસોથી મગરો, વિદ્યાનગર ખાતે આવેલા નેચરલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 6 વર્ષથી મગરની ગણતરી કરવામાં આવી રહી છે. અને હજી પણ મગરોની ગણતરી ચાલી રહી છે. સામાન્ય રીતે મગરના હુમલાની અને માણસો દ્વારા મગરને મારવાની અનેક ઘટનાઓ સામે આવતી હતી.
આલ્કોહોલ ટેન્ક ફાટતા પાદરાની કંપનીમાં લાગી આગ, 45 ફાયર બ્રિગેડીની ગાડી સ્થળ પર
સમગ્ર વિશ્વમાં મગરની અનેક પ્રજાતિઓ રહે છે, જ્યારે આણંદ જિલ્લામાં દેસી મગર પણ રહે છે. જેમની દર વર્ષે ગણતરી પણ અલગ રીતે કરવામાં આવે છે. અહિં વન વિભાગ દ્વારા બાસ્કેટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ કામમાં 50 કરતા પણ વધારે વોલેન્ટીયરનો સહયોગ લેવામાં આવે છે. મગરોની ગણતરીનું આ કામ આશરે ત્રણથી ચાર દિવસ સુધી દિવસ અને રાત સતત ચાલતુ રહે છે.
જેણે પૂર્ણ કર્યા બાદ પણ ગણતરી કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ અંગે જાગૃતિ આવી છે. જેમાં ખાસ કરીને સિંહ, હરણ, દિપડાની સાથે સાથે મગરની પણ વૈજ્ઞાનિક રીતે ગણતરી કરવામાં આવે છે. ત્યારે મગરના સંરક્ષણ માટે ખાસ કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે.